Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતના ઓલપાડ ટાઉનમાં ૨૧ મરઘાં ચક્કર ખાઇને પડયા બાદ ટપોટપ મોત

-હાથીસા રોડ પર ઘરગથ્થું ઉછેરકોને ત્યાંથી ઘટનાથી ફફડાટઃ ત્રણ-ચાર કલાકમાં તમામે દમ તોડયોઃ સેમ્પલ ભોપા

(પ્રતિનિધિ દ્વારા)        સુરત,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

બર્ડફલુના હાઉ વચ્ચે આજે ઓલપાડ ટાઉનમાં સવારે એકસાથે ૨૧ મરઘાંના ટપોટપ મોત થતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલી  પશુપાલન વિભાગની ટીમે પ્રાથમિક તપાસ બાદ ચાર મરઘાંના સેમ્પલ લઇને વાયા અમદાવાદ ભોપાલ ખાતે લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા.

અમદાવાદ બાદ દમણમાં પણ બર્ડફ્લૂનો એક પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. શહેર અને ગામડાઓના પોલ્ટ્રી ફાર્મમાં ચકાસણી વચ્ચે આજે સવારે સુરત જિલ્લાના ઓલપાડ ટાઉનમાં ૨૧ મરઘાંના ટપોટપ મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. ઓલપાડ ટાઉનમાં હાથીસા રોડ પર રહેતા ભાવેશભાઇ પરમાર તેમજ તેમના પડોશમાં રહેતા ભાવનાબેનને ત્યાં મરઘાં ઉછેર થાય છે. સવારે એકાએક આ મરઘાં ચક્કર ખાઇને પડયા હતા અને ત્રણ-ચાર કલાકમાં તમામના મોત થયા હતા.

રાજ્યમાં બર્ડફ્લૂના કેસો વચ્ચે એકાએક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. પશુપાલન વિભાગને જાણ કરવામાં આવતા ડો.એ.એ.ઉસ્માની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પ્રાથમિક તપાસ બાદ ચાર મૃત મરઘાંના સેમ્પલ લઇને અમદાવાદ થઇ ભોપાલ ખાતે લેબોરેટરીમાં બર્ડફ્લૂની ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. ૨૧ મૃત મરઘાં પૈકી ૧૯ ભાવેશભાઇને ત્યાંના અને બે ભાવનાબેનને ત્યાંના છે. મરઘાંના મોતનું કારણ લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ  ધરાશે.


ફુડ પાઇઝનીંગ કે રાનીખેતના રોગથી મોત થયાની શક્યતા

ઓલપાડ ટાઉનમાં જે મરઘાંના મોત થયા છે, તે મરઘાં રોડ આઇલેન્ડ રેડ(ં આરઆઇઆર  ટાઇપના છે. મતલબ કે જે દેશી મરઘાં ઉછેરાય છે,તે મરઘાંની આ સુધારેલી આવૃતિ કહેવાય. આ  મરઘાં ઘરગથ્થુ ઉછેરાય છે. ડો.ઉસ્માનીના જણાવ્યા મુજબ મોટેભાગે ફુડ પોઇઝનીંગ અથવા રાનીખેત નામના રોગના લક્ષણો હોય તેવુ લાગે છે. પણ રિપોર્ટમાં જ સાચુ કારણ બહાર આવશે.

બર્ડફલુ થાય તે મરઘાં કાળા પડી જાય છે

મરઘાંમાં જો બર્ડફલુના લક્ષણો હોય તો પગનો પીળો ભાગ કાળો થઇ જાય છે. તેનું  માથુ તેમજ ચામડી પણ કાળી પડી જાય છે. આંખ, નાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી નિકળે છે. અને મરતા પહેલા શ્વાસ લેવાની તકલીફ પડતી હોવાથી મોઢું  ખુલ્લુ રહી જાય છે. આવા લક્ષણો મરઘાંને બર્ડફ્લૂ હોય તો જોવા લે એમ પશુપાલન વિબાગના ડોકટરો કહે છે.

ઓલપાડના મૃત મરઘાંનો સાયન્ટીફીક રીતે નિકાલ કરાશે


ઓલપાડના ટાઉમાં જે મરઘાંના મોત થયા હતા તે ૨૧માંથી ૪ મરઘાંના સેમ્પલો ભોપાલ મોકલી અપાયા છે. જયારે બાકીના તમામ મરઘાંનો સાયન્ટીફીક રીતે નિકાલ કરાશે. કયાં તો ઉંડો ખાડો કરીને દવા છંટકાવ કરીને દાટી દેવાશે. અથવા તો તમામને સળગાવી દેવાશે.
 

Post Comments