Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતમાં પણ બનશે વિદેશી સ્ટાઇલના મિકેનાઇઝ મલ્ટીલેવલ પાર્કિંગ

-ટ્રાફિકની સમસ્યા દુર કરવા મ્યુનિ. તંત્રને પ્રયાસ

-પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી પાર્કિંગ સુવિધા ઉભી કરાશેઃ પાર્કિંગ માટે ૧૧ સ્થળો આઇડેન્ટીફાઇ કરાયા,

(પ્રતિનિધિ દ્વારા)      સુરત,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

સુરતની ટ્રાફિક સમસ્યા માટે આડેધડ થતાં પાર્કિંગ જવાબદાર છે પાર્કિંગની સમસ્યા નિવારવા માટે મ્યુનિ. તંત્ર મિકેનાઈઝ મલ્ટીલેવલ કાર પાર્કિંગ બનાવવા માટે કવાયત હાથ ધરી છે. મ્યુનિ. તંત્રને આવક પણ થાય અને ટ્રાફિક પાર્કિંગની સમસ્યાનો નિકાલ પણ આવે તે માટે મ્યુનિ. તંત્રએ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી  મિકેનાઈઝ મલ્ટીલેવલ કાર પાર્કિંગની કામગીરી હાથ ધરી છે.

સ્માર્ટ સીટી અંતર્ગત આ પ્રકારની પાર્કિંગ સુવિધા માટે છ પ્લોટ આઇડેન્ટીફાઇ કરાયા છે. જેમાંથી ચાર પ્લોટ પર મ્યુનિ. તંત્રએ કબ્જો મેળવ્યો છે જ્યારે બાકીના બે પ્લોટ પર કબ્જો મેળવવાનો બાકી છે. આ ઉપરાંત સુરત મ્યુનિ.ના પાંચ પ્લોટ પર મિકેનાઈઝ મલ્ટીલેવલ કાર પાર્કિંગ માટે વિચારણા થઈ રહી છે તેમાંથી ચાર પ્લોટ પર તો ફીજીબીલીટી રિપોર્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

વિદેશમાં જે રીતે કાર ચાલક કાર મુકે અને યાંત્રિક પધ્ધતિથી કાર માળ પર જતી રહે તેવા પ્રકારનું મિકેનાઈઝ મલ્ટીલેવલ કાર પાર્કિંગ બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. લોકોને સુવિધા મળે તે માટે ્મ્યુનિ. તંત્ર  પાર્કિંગના ભાવ પણ નક્કી કરશે આ સાથે કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી મ્યુનિ. તંત્રને પ્રિમિયમ પણ આપશે. દર વર્ષે પ્રિમિયમ ઉપરાંત ૩૦થી ૪૦ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવા આવશે ત્યારે જગ્યાની બજાર કિંમત ને ધ્યાનામં રાખી પહેલી વાર મ્યુનિ. તંત્રને મોટું પ્રિમિયમ મળે તેવું પણ આયોજન થઈ રહ્યું છે. મ્યુનિ. તંત્રનો મિકેનાઈઝ મલ્ટીલેવલ કાર પાર્કિંગનો પ્રોજેક્ટ શરૃ થાય અને સફળ થાય તો સુરત શહેરમાં વિદેશ જેવા પાર્કિગ જોવા મળવા સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ ખાસ્સો ઘટાડો થશે તેવું કહેવાય રહ્યું છે.

આ ૧૧ સ્થળોએ બનશે મિકેનાઇઝ પાર્કિંગ

(૧)  ઘોડદોડ રોડ ઈન્ડોર સ્ટેડિયમ પાર્કિંગ- ટી.પી. સ્કીમ નબંર ૫ ફાઈનલ પ્લોટ નંબર એમ-૬
(૨) ઉધના ઝોન પ્રમુખ પાર્ક સોસાયટી કોમન પ્લોટ મોજે ભેદવાદ
(૩)  વોર્ડ નંબર-૭ સેન્ટ્રલ  ઝોન નોંધ નંબર ૪૫૪૨-પી
(૪) વરાછા ઝોન સરથાણા નેચર પાર્ક
(૫) કતારગામ ઝોન ટીપી. ૨૪  પ્લોટ નંબર ૨૨-૨૫-૨૯
(૬) પ્રિલિમનરી ટી.પી. સ્કીમ નંબર ૫૩ (મગોબ-ડુંભાલ) હાલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન છે
(૭) રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનવાળી જગ્યા ( ટી.પી. સ્કીમ નંબર ૭ આંજણા)
(૮) ડ્રાફટ ટી.પી. સ્કીમ નંબર ૩૩ (ડુંભાલ) અનામત જગ્યા
(૯) હાઈડ્રોલિક વિભાગે પાણીની ટાંકી બનાવી છે તે ટી.પી. સ્કીમ નંબર ૬૪ ડુંભાલ
(૧૦)પ્રિલિમનરી ટી.પી. સ્કીમ નબંર પરવત૦મગોબ)



 

Post Comments