Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતની નવી સિવિલના NICUને યુનિસેફનો લોગો લગાડવા મંજુરી

- સમગ્ર ગુજરાતની પહેલી સરકારી હોસ્પિટલના યુનિટને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓળખ મળશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.12 જૂન, 2018, મંગળવાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નીયોનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટને (એનઆઇસીયુ) યુનિસેફ (ધી યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ)નો લોકો લગાડવાની પરવાનગી મળી છે.  યુનિસેફના પ્રતિનિધિની સિવિલની મુલાકાત બાદ આ મંજુરી મળી છે.

નવી સિવિલ હોસ્પિટલના ૩૬ બેડના એનઆઇસીયુને આધુનિક બનાવાયું છે. અહી ેવેન્ટીલેટર, સીપેપ મશીન, મલ્ટીપેરા મોનીટર, ફોટોથેરાપી યુનિટ, વોરમોર, ઇન્ફ્યુઝન પંપ સહિત આધુનિક સાધનો ઉપલબ્ધ કરાયા છે. અહી બાળકોની માતા માટે પણ ૧૫ બેડ છે. જે ગરીબ, મધ્યમવર્ગના અને નવજાત બાળકો માટે આશિર્વાદરૃપ છે.

ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.વિજય શાહે જણાવ્યું કે, ત્રણ મહિના પહેલા યુનિસેફ સંસ્થાના સ્ટેટ ન્યુબોર્ન કન્સલટન્ટ ડો.શ્રવણ, ગાધીનગર શાખાના ચીફ લક્ષ્મીબેન અને નારાયણ ગાવકરે સિવિલના એનઆઇસીયુ ની વિઝીટ લઇ ઝીણવટપુર્વક નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ અહી યુનિસેફનો લોગો લગાડવાની છુટ આપવામાં આવી છે. જેથી સિવિલના એનઆઇસીયુની ઓળખ આંતરરાષ્ટ્રીય તરીકે પ્રસ્થાપિત થશે. ગુજરાતમાં સુરતની સિવિલ પ્રથમ સરકારી હોસ્પિટલ છે જેના એનઆઇસીયુને યુનિસેફનો લોગો લગાડવા મંજુરી મળી છે.

યુનિસેફ વિશ્વના બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને કલ્યાણની કામગીરી કરતી સંસ્થા છે જેનું વડુમથક અમેરિકામાં છે.

Post Comments