Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવાનના ATM કાર્ડની વિગતો જાણી ટુકડે-ટુકડે રૃ।. ૫૦,૭૯૯ ઉપાડી લીધા

-કોલ કરી બેંક કર્મચારી તરીકે ઓળખ આપી કાર્ડ બંધ થઇ ગયો છે કહીને ઠગાઇ કરી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

પરવત ગામના યુવાનને ફોન કરી પોતાની ઓળખ બેન્ક કર્મચારી તરીકે આપી ગઠિયાએ એટીએમ કાર્ડ બંધ થઇ ગયો છે, ચાલુ કરવા કાર્ડની વિગતો આપો તેમ જણાવી વિગતો મેળવી બાદમાં ટુકડે-ટુકડે રૃ।. ૫૦,૭૯૯ ઉપાડી લીધા હતા.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતના પરવત ગામ એકતાનગર સોસાયટી ઘર નં. ૩૨૮માં રહેતો લક્ષ્મણ શંકરભાઇ સાયન્ના મઢી સિલાઇ કામની મજૂરીનું કામ કરે છે. આંધ્રબેન્કમાં એકાઉન્ટ ધરાવતા લક્ષ્મણના મોબાઇલ ફોન ઉપર ગત ૨૬ જાન્યુઆરીની સવારે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તે વ્યક્તિએ પોતાની ઓળખ આંધ્રબેન્કની મેઇન બ્રાંચના રાહુલ શર્મા તરીકે આપી જણાવ્યું હતું કે, તમારો એટીએમ કાર્ડ બંધ થઇ ગયો છે તે ચાલુ કરવા માટે તમારા એટીએમ કાર્ડનો નંબર અને પાછળની સફેદ પટ્ટી ઉપર લખેલો નંબર આપો તો ચાલુ થઇ જશે. તમારે બેન્કમાં આવવાની જરૃર નથી.

તેની વાત ઉપર વિશ્વાસ મુકી લક્ષ્મણે તમામ વિગતો આપી હતી. જો કે, ૨૪ કલાકના સમયગાળામાં તેના એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે રૃ।. ૫૦,૭૯૯ ઉપડી ગયા હતા. આ અંગે લક્ષ્મણે ગતરોજ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. એમ.વી. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.



















 

Post Comments