Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પારડીના પલસાણામાં રેતીખનન ૧૮.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

-અગાઉ આજ સ્થળે ત્રણ વખત રેડ થઇ હતી: વહીવટી તંત્રએ રેડ કરતાં ખાણખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં

વાપી,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

પારડી તાલુકાના પલસાણા ગામે દરિયા કિનારે ગેરકાયદે ચાલતી રેતી ખનનની પ્રવૃત્તિ પર નાયબ મામલતદાર સહિતની ટીમે છાપો માર્યો હતો. છાપા દરમિયાન રેતી ભરેલી ટ્રક, હિટાચી મશિન સહિત ૧૮.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પારડી નજીકના પલસાણા ગામે દરિયા કિનારે રેતી ખનનની પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદના આધારે ગઈકાલે સાંજે નાયબ મામલતદાર કમલેશ પટેલ તથા સર્કલ ઓફિસર સહિતની ટીમે છાપો મારી રેતીખનનની પ્રવૃત્તિને રંગે હાથ ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીએ એક રેતી ભરેલી ટ્રક, હિટાચી મશીન સહિત કુલ રૃા. ૧૮.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે રેતીખનનની પ્રવૃત્તિ કરનાર અરવિંદ રડકાભાઈ પટેલ અને તેના ભાઈ રાજુ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અગાઉ પણ બંને ભાઈઓ સામે ત્રણ વખત રેતીખનન અંગે કાર્યવાહી કરાયા બાદ પણ આ પ્રવૃત્તિ ચાલુ રહેતા જીલ્લા ખાણખનીજ વિભાગના અધિકારીની કામગીરી પણ શંકાના ડાયરામાં આવી ગઈ છે. ખાણખનીજ વિભાગની મીલીભગતને કારણે રેતી, માટી, પથ્થર ખનનની ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક પણે ચાલતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે ત્યારે જીલ્લા કલેકટર આ મામલે ગંભીરતાથી કડક પગલા ભરે તે જરૃરી છે. ચાર ચાર વખત રેતી ખનનની પ્રવૃત્તિ કરનારા બંને ભાઈઓ સામે તંત્ર દ્વારા પાસાની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ જાણવા મળી રહ્યું છે.

 

Post Comments