Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવસારીના ઇટાળવામાં બે બાઇક સામસામે ભટકાતા બે તરૃણના મોત

-વિદ્યાકુંજ સ્કૂલમાં ભણતો સિસોદ્રાનો સુરજ પટેલ અને કછોલી ગામના ચિરાગ તળાવીયાનું મોત ઃ હરિ ટેલર અને

નવસારી,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

નવસારી ગણદેવી સ્ટેટ હાઇવે પર ઇટાળવા ગામે સ્વામિનારાયણ મંદિર સામે બે તરૃણોની બાઇક સામ-સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બંને તરૃણ બાઇકચાલકોનાં મોત નીપજ્યા હતાં. જ્યારે પાછળ બેઠેલા બે મિત્રોને ઇજા થતાં નવસારીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગણેશસિસોદ્રા ગામે વેરાઇ ફળિયામાં રહેતો સુરજ વિમલભાઇ પટેલ (ઉ.વ. ૧૬) નવસારીની વિદ્યાકુંજ સ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરે છે. ગઇ કાલે સાંજે સુરજ પોતાની ડીયો બાઇક (નં. જીજે-૨૧-બીડી- ૬૬૬૬) ઉપર મિત્ર હરિ પિયુષભાઇ ટેલર (રહે. ગણેશસિસોદ્રા, નવસારી) સાથે સ્કૂલેથી ઘરે પરત જઇ રહ્યો હતો. તે સ મયે નવસારી-ગણદેવી સ્ટેટ હાઇવે પર ઇટાળવા ગામે સ્વામિનારાયણ મંદિર સામે સુરજે તેની આગળ જતાં વાહનનો ઓવરટેક કરવા જતાં સામેથી આવતા ચિરાગ વિનોદભાઇ તળાવીયા (ઉ.વ. ૧૬, રહે. ડુંગરી ફળિયા, કછોલીગામ, તા. ગણદેવી)ની સ્પ્લેન્ડર બાઇક (નં. જીજે-૨૧-એસ- ૭૯૨૬) સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ડબલસીટ બાઇક સવારોને ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ટુંકી સારવાર બાદ સુરજ અને ચિરાગ તળાવીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે સુરજની બાઇક પાછળ બેઠેલા હરિ ટેલર અને ચિરાગની બાઇક પાછળ બેઠેલા અપૂર્વ ભરતભાઇ મૈસુરીયાને શરીરે ગંભીર ઇજાઓ થતાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે.

અકસ્માત અંગે રૃરલ પોલીસમાં મોતને ભેટેલા સુરજના કાકા નિલેશભાઇ ગોવિંદભાઇ પટેલે પોતાના ભત્રીજા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.કે. ગોહિલ તપાસ કરી રહ્યાં છે.

 

Post Comments