Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાપીમાં શાકભાજી લઈ પરત ફરતા પિતા-પુત્રને મોત મળ્યું

-વાપી જૂના રેલવે ફાટક પર ટ્રેક ક્રોસ કરતી વેળા પિતા-પુત્ર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન અડફટે ચઢી ગયા

વાપી,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

વાપી શાકભાજી માર્કેટમાંથી શાકભાજી લઈ પરત ઘરે જતી વેળા પિતા-પુત્ર જૂના રેલવે ફાટક નજીક ટ્રેક ક્રોસ કરતી વેળા  સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન અડફટે ચઢી જતાં ઘટના સ્થળે મોત થયા હતા. જૂના રેલવે ફાટક પર બનતા આ પ્રકારની ઘટનાને કારણે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અંડરપાસ બનાવવા માંગ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના ગીતા નગરમાં રહેતા દેવેન્દ્રકુમાર તેજરામ વર્મા અને તેનો પુત્ર મહેન્દ્ર (ઉ.વ.૪) સાથે વાપી ટાઉનમાં આવેલી શાકભાજી માર્કેટમાં ગઈકાલે ખરીદી કરવા ગયા હતા. પિતા-પુત્ર શાકભાજી તથા અન્ય ચીજવસ્તુની ખરીદી કરી પરત ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન જૂના રેલવે ફાટક પર પિતા-પુત્ર ટ્રેક ક્રોસ કરી જતા હતા. ત્યારે અચાનક મુંબઈથી અમદાવાદ તરફ જતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન અડફટે આવી જતા પિતા-પુત્રના ઘટન સ્થળે મોત થયા હતા.

ઘટનાને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂના રેલવે ફાટક પર ટ્રેન અડફટે આવી જતા અનેક નિર્દોષ લોકો મોતને ભેટયાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા અકસ્માતના બનાવોને રોકવા રેલવે ફુટબ્રીજ કે અંડરપાસ બનાવવા પ્રબળ માંગ કરી હતી. જો કે ટેકનિકલ કારણોસર ફુટબ્રીજ બનવાની શકયતા નહીંવત બનતા પાલિકાએ અંડરપાસ બનાવવા અંગે  રેલવેને રજૂઆત કરી હતી. રેલવે દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. પરંતુ તંત્ર આ દિશામાં તાત્કાલિક કાર્યવાહી કરી અંડરપાસ બનાવે તે જરૃરી છે. નહીંતર અનેક નિર્દોષોના ભોગ લેવાશે એમા બે મત નથી.









 

Post Comments