Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના ટોપ-૩ સિટીમાં સુરતનો સમાવેશ નહી !

- ગત વર્ષે સુરત ચોથા ક્રમનું સ્વચ્છ શહેર હતું

- સર્વેક્ષણમાં ગુજરાતના એક માત્ર અંકલેશ્વરને એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પસંદગી થઈ છે

સુરત, તા.16 મે 2018, બુધવાર

ભારત સરકાર દ્વારા દેશના ૪૪૩૪ શહેરોમાં જુદી જુદી કેટેગરીમાં કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ થ્રી શહેરમાં સુરતનો સમાવેશ નથી કરાયો. સુરત મ્યુનિ. તંત્રએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ચોથા નંબર પરથી પહેલા નબંર પર આવે તે માટે અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ પહેલા ત્રણ શહેરોમા ંપણ સમાવેશ ન થતાં હવે સુરતને ટોપ ૧૦ શહેરોમાં નંબર મળે તે માટેની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ગત વખતના સ્વચ્છતા  સર્વેક્ષણમાં સુરત શહેરનો ચોથો ક્રમ આવ્યો હતો તેથી વધુ સારી કામગીરી કરીને દેશના પહેલા નંબરનું સ્વચ્છ શહેર બને તે માટે   મ્યુનિ.એ લોક જાગૃત્તિ કરવા સાથે અનેક આયોજન કરીને સફાઈની કામગીરી હાથ ધરી હતી. સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ સુરતની મુલાકાતે આવ્યા ઉપરાંત લોકોના ફીડબેક પણ મેળવ્યા હતા. સુરત શહેરની કામગીરીના કારણે ટોપ થ્રી શહેરમાં સુરતનો સમાવેશ થાય તેવી આશા વ્યક્ત થઈ રહી હતી પરંતુ આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં સુરત ન દેખાતા નિરાશા ફેલાઈ ગઈ હતી.

સરકારે જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના પહેલા નંબરના સ્વચ્છ શહેર તરીકે મધ્ય પ્રદેશનું ઈન્દોર પહેલા નંબરે અને ભોપાલ બીજા નંબરે જ્યારે ચંદીગઢ ત્રીજા નંબરે જાહેર થયું છે. જુદી જુદી કેટેગરીના શહેરોમાં હજી માત્ર ત્રણ શહેરોની જ જાહેરાત કરવામાં આવી છે જેથી હવે પછીની જાહેરાત થાય તેમાં ટોપ ટોનમાં સુરતનો સમાવેશ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આજે જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતના એક માત્ર અંકલેશ્વરને બાદ કરતાં કોઈ શહેરોનો સમાવેશ દેખાતો નથી.બેસ્ટ સીટી ઈન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વેસ્ટ ઝોન માટે અંકલેશ્વરની પસંદગી કરવામાં આવી છે. એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરમાં અંકલેશ્વરનો સમાવેશ કરાયો છે.

Post Comments