Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતની મીઠી ખાડીની સપાટી વધતાં ખાડી પૂરની શક્યતાથી તંત્ર એલર્ટ

- જિલ્લામાં પડેલા દેમાર વરસાદની સુરત પર અસર

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 12 જુલાઈ 2018 ગુરૃવાર

બે દિવસથી સુરત જિલ્લામં પડી રહેલા દે માર વરસાદના કારણે સુરત પર ખાડી પુરની આફત આવે તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.

જિલ્લાના વરસાદી પાણીનું વહન કરતી ખાડીઓ સુરતમાંથી પસાર થાય છે.

તેમાંથી કેટલીક ખાડી ભયજનક સપાટી નજીક આવી જતાં મ્યુનિ. તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. મ્યુનિ. તંત્રએ ખાડીની સપાટી પર સતત વોચ રાખવા સાથે વરસાદના આંકડા પર પણ નજર રાખી રહ્યું છે.

શહેરમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ ભય જનક સપાટી નજીક આવતાં લિંબાયત ઝોનને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યું છે.

સુરતના બારડોલી, કામરેજ સહિતના ગામડાઓમાં બે દિવસથી વરસાદનું જોર વધુ રહ્યું છે. આ વિસ્તારનું વરસાદનું પાણી વહન કરતી ખાડીઓ સુરતમાંથી પસાર થતી હોવાથી સુરતમાં ફરી ખાડી પુર આવી શકે તેવી ભીતી છે.

જોકે, બપોર સુધી ખાડીની સપાટી ભય જનક સપાટી નજીક સ્થિત હોવાથી હાલ પુરતી આ આફત ટળી છે પણ જો વરસાદનું જોર વધે તે ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાઈ શકે  છે.

શહેરના ભાઠેના વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીની ભયજનક સપાટી ૭.૨૫ મીટર છે જ્યારે હાલ ખાડી ૭-૨૦ મીટરે વહી રહી છે જેના કારણે ખાડ કિનારાના કેટલાક ઝુંપડામાં પાણી પણ ભરાયા છે.  

જિલ્લામાં વરસાદનું જોર ઘટયું જ્યારે સુરતમાં બે કલાકમાં ભારે વરસાદ પડતાં ખાડી કિનારાના વિસ્તારમાં પાણી ભરાય તેવી ભીતી છે.

હાલમાં ખાડીની સપાટી સ્થિર હોવા છતાં લિંબાયત ઝોનને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. જો આગામી સમયમાં ખાડીની સપાટીમાં વધારો થાય તો ખાડીના ઝુંપડા સ્થળાંતરથી માંડીને તમામ પ્રક્રિયા કરવા માટે મ્યુનિ. તંત્રએ તૈયારી કરી લીધી છે.

Post Comments