Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડાંગ જિલ્લામાં બે વાહનોમાંથી સાગી ચોરસા સાથે બે ઝડપાયા

-ચીકાર અને કોસીમપાતળ ગામે બે વાહન જ્યારે ફોરેસ્ટ કંમ્પાઉન્ટમાંથી ૧૯ સાગી ચોરસા ઝડપી પાડતું વનવિભાગ

વાંસદા,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ડાંગ વનવિભાગને મળેલી બાતમી આધારે વઘઇનાં ચીકાર ગામે એક પીકઅપમાંથી ૧૦ સાગી ચોરસા, કોસીમપાતળ ગામે જંગલમાંથી એક છોટાહાથી ટેમ્પામાંથી ૩ સાગી ચોરસા અને જંગલમાં વધુ તપાસ હાથ ધરતા કુલ ૨૧ સાગી ચોરસા કિંમત રૃ।. ૭ લાખ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.

ડાંગ વનવિભાગના નાયબ વનસંરક્ષક ડો. ધીરજ મિત્તલને મળેલ બાતમી આધારે નવતાડના આર.એફ.ઓ. કઠવાડીયા, ચીચીનાગાવઠાના આર.એફ.ઓ. આર.એન.પટેલ, સાકરપાતળના આર.એફ.ઓ. શીવદાસભાઇ અને વઘઇના આર.એફ.ઓ. ગામીતને સખત વોચમાં રહેવાનું કહેતા નાઇટ પેટ્રોલીંગ કર્યું હતું. જે માહિતી જંગલચોરોને મળતા કોઇ હેરાફેરી કરી ન હતી.પણ પેટ્રોલીંગ બંધ કરતા વધઇના ચિકાર ગામે એક નંબર વગરનો ઝેનોન પીકઅપ આવ્યો હતો ત્યારે ફાટક બંધ કરી દેતાં ડ્રાઇવર અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. પીકઅપમાં તપાસ કરતા તેમાંથી જંગલચોરીના ૧૦ નંગ સાગી ચોરસા મળી આવ્યા હતાં.

ત્યારબાદ વનવિભાગે કોસીમપાતળ ગામે ફોરેસ્ટ કંમ્પાઉન્ટ નંબર ૨૦૪માં ચેક કરતા ત્યાં એક છોટાહાથી (નં.જીજે-૪-એટી- ૧૭૩૬)માંથી ૩ સાગી ચોરસા મળી આવ્યા હતા. સાથે સાજીદ યુસુફ શેખ (રહે. બુહારી,જી.તાપી) અને અરવિંદ મનકુ કોકણી (રહે.કણધા, તા.ડોલવણ, જી.તાપી)ને પકડી લઇ વધુ તપાસ હાથ ધરતા આજ કંમ્પાઉન્ટમાંથી બીજા ૧૯ સાગી ચોરસા મળી આવતા વનખાતાને કુલ ૨૧ સાગી ચોરસા કિંંમત રૃ।.૭ લાખ મળી કુલ રૃ।.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ચોરીમાં સંડોવાયેલા જંગલચોરોને પકડવાની તપાસ આરંભી હતી.



 

Post Comments