Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફાયનાન્સર વિપુલ જાસોલીયાએ ૧૦૦ ધંધાર્થીઓના નામ-નંબર આઇ.ટીને આપ્યા

-જેમના નામે ચેક લઇને નવી કરન્સી ફાયનાન્સ કરાતી હતી તેમાં ડાયમંડ, ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી વ્યવસાયીઓ

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

નોટબંધી દરમિયાન વરાછા બેંકમાં ૩૬ ખાતામાં રૃા.૧.૧૧ કરોડ જમા કરાવનાર ફાયનાન્સર વિપુલ જાસોલીયાનું ઇન્કમટેક્સ વિભાગે સ્ટેટમેન્ટ લીધું હતું. જેના નામે ચેક લેવામાં આવતા હતા તેવા ૧૦૦ જેટલા વ્યવસાયીઓના નામો પણ તેણે સ્ટેટમેન્ટમાં આપ્યા છે.

આજે ઇન્કમટેક્સ  વિભાગ સમક્ષ ફાયનાન્સર વિપુલ જાસોલીયાએ હાજર થઈને સ્ટેટમેન્ટ આપ્યું હતું. ઇન્કમટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ફાયનાન્સર વિપુલે ૯૦ થી ૧૦૦ વ્યવસાયીઓના નામ અન ેસંપર્ક નંબરોની વિગતો પોતાના સ્ટેટમેન્ટમાં આપી છે. જેમના નામે ચેક લઇને નવી કરન્સીની નોટ ફાયનાન્સ દ્વારા આપવામાં આવતી હતી. વિપુલ જાસોલીયાએ આપેલા નામોમાં  મુખ્યત્વે ડાયમંડ, ટેક્સટાઈલ તથા એમ્બ્રોઇડરી સહિતના વ્યવસાયી હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના અંબાલા ગામનો વતની વિપુલ જાસોલીયાના કુટુંબમાં મોટા ભાગના લોકો ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલા છે. જાસોલીયા પરિવારના સભ્યોએ ગણતરીના વર્ષોમાં જ સુરતમાં ફાયનાન્સના ધંધો કરીને હીરાબાગ વિસ્તારના નર્મદનગર વિસ્તારમાં થોકબંધ પ્રોપર્ટીમા રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફાયનાન્સરને ત્યાં સર્વે દરમિયાન મોટા વ્યવહારોેને લગતા અનેક દસ્તાવેજો કબજે લવાયા છે. જેના વેરીફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે.


 

Post Comments