Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતની 45 લેડી બાઈકર્સ સશક્ત નારીના નારા સાથે ભારત ભ્રમણ કરશે

- 10 હજાર કિલોમીટરથી વધુનો પ્રવાસ કરી 15 ઓગષ્ટે સૌથી ઉંચા ખારડંગલા પર ધ્વજ ફરકાવશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 17 જુલાઈ 2017, સોમવાર

સુરતથી સિંગાપોર બાદ સુરતની ૪૫  લેડી બાઈકર્સ ૧૯ જુલાઈના રોજ સુરતથી ભારતના ૧૫  રાજ્યોના પ્રવાસે જઈ રહી છે.  સશક્ત નારીના નારા સાથે નિકળેલી આ રેલી ૧૫ ઓગષ્ટે  સૌથી ઉંચા વાહન રસ્તા એવા ખારડંગ લા પર ભારતનો ધ્વજ ફરકાવશે.

આ બાઈકર્સ રેલીની માહિતી અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં  બાઈકીંગ ક્વીન્સ સંસ્થાના સ્થાપક સારીકા મહેતાએ જણાવ્યું હતું કે, સુરતથી ૧૯ જુલાઈના રોજ યાત્રા શરૃ કરવામાં આવશે તે સુરત પુરી થશે ત્યાં સુધી અનેક રેકર્ડ રચશે. સુરતથી કન્યા કુમારી અને ત્યાંથી જમ્મુ કાશ્મીર થઈને દિલ્હીથી સુરત ફરતા  સુધીમાં લેડીઓ ૧૦ હજાર કિલોમીટરનો પ્રવાસ કરશે. દેશના મેટ્રો શહેર સાથે દેશના ૬૦૦૦થી વધુ ગામમાંથી યાત્રા પસાર થશે અને શાળા-આંગણવાડીમાં યાત્રાનું રોકણ થશે. જ્યાં વિદ્યાર્થીઓને કીટ આપવા સાથે સશક્ત નારી- સશક્ત ભારતનો સંદેશો સાથે બેટી બચાવો અને બેટી પઢાવોનો સંદેશો પણ પહોંચાડાશે.

આ યાત્રા લેહ લદાખ પહોચશે ત્યારે ૧૫ ઓગષ્ટના રોજ  વિશ્વના સૌથી  ઉંચા વાહન રસ્તા એળા ખઆરડુંગ લા પહોંચી ભારતના ૭૧માં  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે રાષ્ટ્ર ધ્વજ પણ ફરકાવાશે.

(તસવીર:- દિલીપ રામસા)

Post Comments