Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવરાત્રિએ શ્રીફળના ભાવમાં અચાનક ઉછાળો

- માતાજીની ભક્તિ ભક્તોને પડશે મોંઘીઃ શ્રીફળ 22થી 25ના ભાવે વેચાશે

સુરત, તા. 14 સપ્ટેમ્બર 2017 ગુરુવાર
(પ્રતિનિધિ  દ્વારા)  
    
સુરત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ શ્રીફળના ભાવમાં અચાનક વધારો આવી ગયો છે. શ્રીફળના હોલસેલ વેચાણમાં વધારો આવતાં આ નવરાત્રિમાં શ્રીફળ 22થી 25ના ભાવે વેચાશે તેવા સંકેત દેખાઈ રહ્યાં છે.

નવરાત્રિમાં માતાજીની આરાધના માટે શ્રીફળનું સ્થાન અચૂક હોવાથી ભક્તોને માતાજીની ભક્તિ મોંઘી પડશે તે નક્કી છે. શ્રીફળના ભાવ વધારા પાછળ દક્ષિણ ભારતમાં શ્રીફળનો પાક ઓછો અને માંગ વધુ હોવાને જવાબદાર મનાઈ રહ્યું છે.

નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધનામાં શ્રીફળની જરૂરિયાત પડે છે નવરાત્રિ દરમિયાન સુરત શહેરમાં મોટા પ્રમાણમાં શ્રીફળનું વેચાણ થાય છે. સામાન્ય રીતે હાલ 18 રૂપિયાના ભાવે વેચાતું શ્રીફળ હવે નજીકના દિવસોમાં 22થી 25 રૂપિયાના ભાવે વેચાશે.

આ અંગે શ્રીફળનું હોલસેલનું વેચાણ કરતાં મુકેશભાઈ શાહ કહે છે, શ્રીફળ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટક વિસ્તારમાંથી આવે છે પરંતુ આ વખતે જોઈએ એટલો પાક થયો નથી તેની સામે ડિમાન્ડમાં વધારો થયો છે. આવી સ્થિતિ હોવાથી ત્યાંના વેપારીઓએ હોલસેલ ભાવમાં જ વધારો કરી દીધો છે.

આ ઉપરાંત ત્યાંથી સુરત આવતી ટ્રકના ભાડામાં પણ પાંચેક હજાર રૂપિયા જેટલો વધારો થયો છે જેથી હોલસેલ ભાવમાં જ શ્રીફળ 14થી 16 રૂપિયે પડે છે. જેના કારણે હવે સુરતના બજારમાં 22થી 25 રૂપિયાના ભાવ શ્રીફળ વેચાશે તેવું લાગી રહ્યું છે.

ભાવ વધતા સાઉથના વેપારીઓએ જૂના સોદા કેન્સલ કર્યા નવરાત્રિ પહલા અચાનક જ શ્રીફળના ભાવમાં વધારો થતાં સાઉથના કેટલાક વેપારીઓએ જુના સોદા કેન્સલ કરી દીધા હતા. સુરતના  કેટલાક વેપારીઓએ નવરાત્રીમાં શ્રીફળનો ભાવ વધે તેવી શક્યતા જોતાં પહેલાથી જ સોદા કરી દીધા હતા.

હાલમાં સાઉથથી ટ્રક મોકલવાના બદલે ત્યાંના કેટલાક વેપારીઓએ માલની સોર્ટેજના નામે સોદા કેન્સલ કરીને ઉંચા ભાવના શ્રીફળના સપ્લાયનો વિકલ્પ સુરતના વેપારીઓને આપ્યો હતો. કોપરાના ખમણના ભાવમાં સીધો 80 રૂપિયાનો વધારો શ્રીફળના ભાવમાં વધારો થતાની સાથે જ કોપરાનું ખમણ ( છીણ) ના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.

હાલ થોડા દિવસો પહેલાં સુરતના બજારમાં કોપરાનું છીણ 140 રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું પરંતુ હાલ શ્રીફળના ભાવમાં અચાનક વધારો થતાં છીણના ભાવમાં પણ 60થી 80  રૂપિયાનો વધારો થઈ ગયો છે. આજે સુરતના બજારમાં કોપરાનું છીણ 220 રૂપિયા કિલોના ભાવે વેચાયું હતું.

Post Comments