Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શીતલ દેસાઇ મર્ડર કેસ હવે પેચીદો બનતો જાય છે:IGP દોડી આવ્યા

-તપાસ ચાલુ હોવાનું પોલીસનું રટણ

નવસારી, તા.16 જુલાઇ 2017, રવિવાર

નવસારીના ચકચારી શીતલ દેસાઇ મર્ડર કેસનું રહસ્ય હજી પણ અકબંધ રહેતા આજે પાંચમા દિવસે સુરત રેંજ આઇજીપી ડૉ. સમશેરસિંહે  નવસારી જઇ ઘટનાસ્થળની મુલાકાત લઇ પોલીસ તપાસની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શીતલના પતિ  અને કામવાળીની પૂછપરછ પણ કરી હતી.

નવસારી સહિત સમગ્ર દક્ષિણ  ગુજરાતમાં ચકચાર જગાવનાર નવસારીની  અનાવિલ પરિણીતા શીતલ દેસાઇ  (ઉ.વ. ૩૭)ની ઘાતકી હત્યા કેસ પોલીસ માટે પેચીદો બનતો જાય છે. પાંચ દિવસોથી પોલીસની ટીમો રાત-દિવસ એક કરી તપાસમાં જોતરાઇ છે. પરંતુ હજી હત્યા કરવાના પાછળનો ઇરાદો બહાર આવતો નથી. જેના કારણે હત્યા કરનાર સુધી પોલીસના હાથ પહોંચી શકતા ન હોવાનું જાણવા મળે છે. પોલીસે સંબંધિતોના નિવેદનો લેવા સાથે ટેકનીકલ સર્વેલન્સથી તપાસ ચાલુ હોવાનું જણાવી રહી છે પરંતુ આરોપી  પાંચ દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર  છે તે હકીકત છે. દરમિયાન આજે બપોરે સુરત રેન્જનાં આઇ.જી.પી. ડૉ. સમશેરસિંહ નવસારી આવી પહોંચ્યા હતા. તેમણે ડી.એસ.પી. ઓફિસમાં પોલીસ અધિકારીઓની સાથે મીટીંગ યોજી  આ કેસ અંગે તથા તેની ચાલી રહેલી તપાસની માહિતી મેળવી હતી. તપાસકર્તા અધિકારીઓને જરૃરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડૉ. સમશેરસિંહ પોલીસ કાફલા સાથે જમાલપોરની સર્વોદય સોસાયટીમાં શીતલ દેસાઇનાં બંગલામાં ગયા હતા અને ક્રાઇમસ્પોટની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે મરનાર શીતલનાં પતિ  પ્રતિક દેસાઇ અને તેમની કામવાળી ટીના રાઠોડની પણ પૂછપરછ કરી હતી. બાદમાં જરૃરી સૂચના આપી હતી. આ પ્રકરણમાં આરોપી પકડવાનાં જબરદસ્ત દબાણ  વચ્ચે તપાસ કરી રહેલી પોલીસ તપાસ  અંગે મગનું નામ મરી પાડતી નથી. માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે.

Post Comments