Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૫૫ કરોડના બિટકોઇન પડાવવા કેસમાં શૈલેષ ભટ્ટના ત્રણ સાગરીત જેલભેગા કરાયા

- બે તબક્કામાં કુલ ૧૨ દિવસના રિમાન્ડ બાદ કોર્ટ કસ્ટડીમાં સોંપાયા: કુલ પાંચ આરોપીને લાજપોર જેલભેગા કર

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.12 જૂન, 2018, મંગળવાર

૧૫૫ કરોડના બીટકોઈન પડાવી લેવાના કારસામાં સંડોવાયેલા મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ત્રણ સાગરિતોને આજે વધુ ચાર દિવસના રિમાન્ડ બાદ સીઆઈડી ક્રાઈમે સીજીએમ કોર્ટમાં વધુ રિમાન્ડની માંગ કર્યા વિના કોર્ટ કસ્ટડીમાં સોપ્યા હતા. જેથી કોર્ટે ત્રણેય આરોપીઓને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સહિત અન્ય આઠ જેટલા આરોપીઓ વિરુધ્ધ પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરીને કુલ રૃ.૧૫૫ કરોડની કિંમતના બીટકોઈન બળજબરી થી ટ્રાન્સફર કરાવી લુંટી લેવાના ષડયંત્ર બદલ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુરત સીઆઈડી ક્રાઈમે આ કેસમાં તપાસ અધિકારી પી.જી.નરવાડેએ સહ આરોપી જીજ્ઞોશ મોરડીયા,મનોજ કયાડા તથા ઉમેશ ગોસ્વામીની તા.૩૧મી મેના રોજ ધરપકડ કરી સીજીએમ કોર્ટમાંથી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

જે પુરા થયા બાદ તા.૮મી જુને વધુ એકવાર ત્રણેય આરોપીઓને વધુ સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે તા.૧૧મી જુન સુધી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બે તબક્કે કુલ ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે વધુ એકવાર સીઆઈડી ક્રાઈમે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા.પરંતુ વધુ રિમાન્ડની માંગ કર્યા વિના આરોપીઓની કોર્ટ કસ્ટડીમાં સોપતો રિપોર્ટ કરતાં કોર્ટે ત્રણેયને જેલભેગા કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે આ કેસમાં પ્રથમ તબક્કે મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ તથા દિલીપ કાનાણીના બે તબક્કે રિમાન્ડ મેળવ્યા બાદ હાલ આ કેસમાં પાંચ આરોપીઓને જેલ કસ્ટડીમાં છે. જ્યારે મુખ્ય આરોપી શૈલેશ ભટ્ટ,કીરીટ વાળા, ઉમેશ ખેની, જે.કે.રાજપુત તથા બાવાજી વગેરે હજુ સુધી સીઆઈડી ક્રાઈમની પહોંચથી દુર રહેવામાં સફળ રહ્યા છે.

ફરિયાદ રદ કરવાની શૈલેષ ભટ્ટની હાઇકોર્ટમાં અરજીની સુનાવણી તા.૨૦ જુન સુધી મોકુફ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.12 જૂન, 2018, મંગળવાર
સુરતના પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી રાખી કુલ રૃ.૧૫૫ કરોડની કિંમતના ૨૨૫૬ બીટકોઈન પડાવી લેવાના કારસામાં સંડોવાયેલા મુખ્ય આરોપી બિલ્ડર શૈલેષ ભટ્ટ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ સીઆઈડી ક્રાઈમ સુરત ઝોનમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેની કાયદેસરતાને પડકારીને પોતાની સામેની ફરિયાદ રદ કરવા મુખ્ય બિલ્ડર શૈલેષ ભટ્ટે હાઈકોર્ટમાં ક્વોસીંગ પીટીશન રજુ કરી હતી. અલબત્ત હાઈકોર્ટમાં ઉનાળુ વેકેશનની રજા હોઈ સીઆઈડી ક્રાઈમની ધરપકડથી બચવા મુખ્ય આરોપી શૈલેશ ભટ્ટે  એડવોકેટ ધર્મેશ પટેલ મારફતે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની માંગ પણ કરી હતી. હાઇકોર્ટમાં આજે ક્વોસીંગ પીટીશનની સુનાવણી થવાની હતી. મોડીસાંજે આરોપી બિલ્ડરની અરજી સંદર્ભે હાઇકોર્ટ દ્વારા સીઆઈડી ક્રાઈમના  ફરિયાદી અધિકારી જે.એચ.દહીયાને આગામી તા.૨૦મી જુનના રોજ હાજર રહેવા નિર્દેશ આપતી નોટીસ ઈસ્યુ કરી હોવાનું જાણવા મળે છે.

Post Comments