Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાયલી રોડ પર શાળા અને કોલેજનું દબાણમાં આવતું બાંધકામ દુર કરાયું

- કોઇ પણ જાતની નોટિસ આપ્યા વગર પોલીસ કાફલા સાથે સવારથી કામગીરી કરનાર પ્રશાસન સામે આંગળી ચીંધાઇ

- કોલેજમાં પરીક્ષા ચાલું હોવા છતાં પ્રશાસને માનવતા નહીં દાખવી : ફતેસિંહ ચૌહાણ

વાપી, તા. 16 મે 2018, બુધવાર

સેલવાસના સાયલી રોડ પર આવેલી શાળા-કોલેજનું દબાણમાં આવતું બાંધકામ વહેલી સવારથી જ મસમોટા પોલીસ કાફલા વચ્ચે દુર કરવામાં આવ્યું હતું. કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જ દબાણ દુર કરવાની કામગીરી થતાં પ્રશાસન સામે આંગળી ચીંધાઈ રહી છે. જોકે રીંગરોડના માર્જીનમાં બાંધકામ હોવાથી કામગીરી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

દા.ન.હવેલીમાં આકાર પામી રહેલા રીંગરોડમાં નડતરરૃપ બાંધકામોને દુર કરવાની પ્રશાસને કામગીરી શરૃ કરી છે. જે અંતર્ગત આજે સવારે ૭ વાગ્યાથી જ મસમોટા પોલીસ કાફલા સાથે પ્રશાસનિક કાફલાએ જેસીબીથી સાયલી રોડ પર આવેલી લાયન્સ ઈંગ્લિશ સ્કુલ અને દેવકીબા કોલેજનું નડતરરૃપ બાંધકામ દુર કરવાની કામગીરી શરૃ કરી હતી. જોકે બાંધકામ દુર કરતાં પહેલાં શાળા કે કોલેજને કોઈપણ નોટિસ પાઠવવામાં નહીં આવતાં અનેક તર્કવિતર્કો શરૃ થયા છે.

પ્રસ્તાવિત રીંગરોડ વાંકોચુકો હોવાથી અને શાળા તથા કોલેજ પરિસરનું થોડું બાંધકામ દુર કરવું પડે તેવી સ્થિતિ હોવાથી લાયન્સ ક્લબના ટ્રસ્ટી ફતેહસિંહ ચૌહાણે વર્ષ ૨૦૧૨માં વાંધો ઉઠાવી પ્રશાસકને રજૂઆત કરી ૮ હજાર સ્કે.મી.ના પ્રસ્તાવિત રીંગરોડ થોડો બાજુમાં ખસેડવા રજૂઆત કરી હતી. જેથી નવો રીંગરોડ ૭૮૦૦ સ્કે.મી.માં તૈયાર થઈ શકે. જેને જેતે સમયે મંજુરી પણ આપવામાં આવી હતી. આ અંગે વર્ષ ૨૦૧૬માં જમીન અધિગ્રહણ વિભાગ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ પણ કરાઈ હતી.તેમ છતાં આજે કોઈ પણ જાતની જાણ વગર વહેલી સવારથી હાથ ધરાયેલી કામગીરી શંકાના ઘેરામાં આવી છે.

આ બાબતે ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું કે, પ્રશાસન દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જ સવારથી કામગીરી શરૃ થઈ છે. કોેલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ચાલુ હોવા છતાં આ કામગીરી હાથ ધરી પ્રશાસને કોઈપણ જાતની માનવતા પણ દાખવી ન હતી. નોંધનીય છેકે ફતેહસિંહ ચૌહાણે પ્રશાસનિક કામગીરી સામે અવાજ ઉઠાવતાં છેલ્લા ઘણા સમયતી યેનકેન પ્રકારે તેમને અને તેમની સંસ્થાઓને હેરાન કરવામાં આવી રહી હોવાની પ્રદેશમાં જોરશોરથી ચર્ચાઓ ઉઠી છે.

સેલવાસના સાયલી રોડ સ્થિત શાળા અને કોલેજનું બાંધકામ રીંગરોડના માર્જિનમાં આવતું હોવાથી વહેલી સવારથી જે તેને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર મસમોટા પોલીસ કાફલા સાથે દબાણ દુર કરવાની કામગીરીએ વિવાદ સર્જ્યો છે.

Post Comments