Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખનો ભલામણ પત્ર એકલવ્ય સ્કૂલના કર્મચારીએ ફાડી નાંખ્યો

- એકલવ્ય સ્કૂલોમાં સ્થાનિક વિદ્યાર્થીઓની અવગણના કરી બહારના વિદ્યાર્થીઓને એડમિશન અપાય છે : બાબુરાવ ચ

વાંસદા, તા.12 જૂન, 2018, મંગળવાર

ડાંગ જિલ્લામાં આવેલી એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલોમાં સ્થાનિક વિદ્યાર્થીઓની અવગણના કરી બહારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન  આપી સ્થાનિકોની સાથે અન્યાય કરાતો હોવાની ચોંકાવનારી ફરિયાદ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુરાવ ચૌર્યાએ કરી છે.

૯૫ ટકા આદિવાસી વસ્તીવાળા ડાંગ જિલ્લામાં રાજ્યનાં આદિજાતિ વિભાગ દ્વારા કરોડોના માતબર ખર્ચે સાત અદ્યતન  એકલવ્ય શાળા બનાવવામાં આવી છે. મોટાભાગની શાળાઓમાં કર્મચારીઓ મનસ્વી કારભાર કરતા હોવાની રાવ છે.

સાપુતારાની એકલવ્ય રેસીડેન્સીયલ શાળામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ તો ડાંગ જિલ્લાના પ્રમુખ બાબુરાવ ચૌર્યાએ એડમીશન માટે લેટરપેડ પર ભલામણ કરી હતી. જે વાલીએ રજૂ કરતાં કર્મચારીએ  પ્રમુખની ગરિમા નહીં જાળવી લેટરપેડના ટુકડા કરી નાંખ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખનાં ભલામણ પત્રનો અનાદર કરી મહિલા કર્મચારીએ વાલીઓને પણ ખખડાવી નાંખ્યા હતા.

આ સંદર્ભે બાબુરાવ ચૌર્યાએ જણાવ્યું કે, એકલવ્ય શાળાઓમાં સ્થાનિક વિદ્યાર્થીઓની અવગણના કરી બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય છે. જ ેથી સ્થાનિક આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. સાપુતારાની એકલવ્ય રેસીડેન્સીયલ શાળામાં મારા લેપટપેડ પર કરેલી ભલામણને ત્યાંથી મહિલા કર્મચારીએ વાલી સામે જ ફાડી નાંખી ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કર્યું છે.

જે સંદર્ભે તે કર્મચારી વિરૃદ્ધ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.ત્યારે સવાલ એ થાય છે કે, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખનો ભલામણ પત્રનો પણ અનાદર થાય તો સામાન્ય લોકો સાથે એકલવ્ય શાળામાં કેવો વ્યવહાર કરાતો હશે, તેની કલ્પના જ કરવી રહી. 

જિલ્લા પ્રાયોજના વહીવટદાર એસ.બી. ચૌધરીએ જણાવ્યું કે, ભલામણ પત્ર ફાડી  નાંખવા અંગેની પ્રમુખે મને ટેલીફોનીક જાણ કરી છે. જેની તપાસ કરી કસુરવારો સામે કાયદેસરના પગલા ભરાશે.

Post Comments