Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવસારી જિલ્લામાં મેઘ તાંડવ : ૧૧ ઈંચ સુધીના વરસાદથી જનજીવન ખોરવાયું

- નવસારી-વિજલપોરમાંથી ૬૫૦ નું સ્થળાંતર

- ને.હા.નં.૪૮ ના એક ટ્રેક પર ૪ કિલોમીટરના વિસ્તારમાં ૩ ફૂટ પાણી ભરાતા ચક્કાજામ

- શાળામાં રજા આપી દેવાઈ : શાંતાદેવી રોડ, જુનાથાણા, કાલીયાવાડી રોડ, વિજલપોરની લગભગ તમામ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા

નવસારી, તા. 11 જુલાઈ 2018, બુધવાર

નવસારી જિલ્લામાં મેઘરાજાએ તાંડવ કરતાં ઠેર-ઠેર દેમાર વરસાદથી જનજીવન અસ્તવ્યવસ્ત બન્યું છે. જિલ્લામાં સાંજે ૪-૦૦ વાગ્યે પુરા થતાં ૨૪ કલાકમાં નવસારીમાં ૧૧.૫ ઈંચ, જલાલપોરમાં ૧૧ ઈંચ, ચીખલી અને ખેરગામમાં ૮.૮ ઈંચ, ગણદેવીમાં ૬.૭ ઈંચ, ચીખલી અને ખેરગામમાં ૮-૮ ઈંચ, ગણદેવીમાં ૬.૭ ઈંચ, અને વાંસદામાં ૫ ઈંચ ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જેના પગલે જિલ્લાની શાળામાં રજા આપવામાં આવી હતી. વિજલપોર-નવસારીનાં લોકોનું સ્થળાંતર કરાયું હતું. નવસારી-ગણદેવી સ્ટેટ હાઈવે બંધ થયો હતો. જ્યારે નેશનલ હાઈવે નં.૪૮ પર નવસારી ગ્રીડથી ગણેશ સિસોદ્રા સુધી ૩ ફુટ પાણી ભરાતા ચક્કાજામની સ્થિતિ ઉભી થઈ હતી. પુણા નદીમાં ઘોડાપુર આવ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગે નવસારી જિલ્લા સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જે ગઈકાલથી અક્ષરસ: સાચી પડતાં મેઘરાતા તાંડવ કરતા હોય તેમ નવસારી જિલ્લાને ધમરોળી કાઢયો હતો. જેમાં ખાસ કરીને નવસારી અને જલાલપોર તાલુકામાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થતાં ૧૫૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં.

તંત્રએ નવસારી અને જલાલપોર વિસ્તારના ૬૫૦ લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરાવ્યું હતું. શહેરનાં શાંતાદેવી રોડ જુનાથાણા, કાલીયાવાડી રોડ, વિજલપોરની લગભગ તમામ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. રેલ્વેનાં ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહારનું ભારણ રેલ્વે ફાટકો પર પડયું હતું. જેના લીધે કલાકો સુધી ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. નવસારીનાં હળપતિવાસ રેલ રાહત લોકોની દશેરા ટેકરી, સી.આર.પાટીલ સ્કુલમાં ૪-૪ ફૂટ પાણી ભરાયા હતા.

દેમાર વરસાદને પગલે નેશનલ હાઈવે નં. ૪૮ પર નવસારીથી ગ્રીડથી લઈને છેક ગણેશ સિસોદ્રા સુધીના અંદાજીત ૪ કિલોમીટરના વિસ્તારમાં મુંબઈ તરફ જતા ટ્રેક પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઈવે પર લગભગ ૩ ફૂટ સુધીના પાણી ભરાતા ૩ કિલોમીટર સુધી ચક્કાજામની સ્થિત ઉદ્ભવી હતી. જો કે, મોટા વાહનો ધીમી ગતિએ પસાર થતાં જોવા મળ્યાં હતાં.

આજે સવારે ૬-૦૦ થી ૮-૦૦ વાગ્યા સુધીના બે કલાકમાં નવસારી-જલાલપોરમાં ૨.૨ ઈંચ, અને ગણદેવી ખેરગામમાં ૧-૧ ઈંચ વરસાદ ઝીંકાયો હતો. જ્યારે સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધીના ૨ કલાકમાં ચીખલીમાં ૨.૫ ઈંચ, ખેરગામમાં ૨ ઈંચ અને નવસારીમાં ૧ ઈંચ જ્યારે જલાલપોર, ગણદેવી અને વાંસદામાં ૦.૫ ઈંચ વરસાદ પડયો હતો.

સવારે ૧૦ થી ૧૨ માં વાંસદામાં ૨ ઈંચ, ચીખલી-ખેરગામમાં ૧-૧ ઈંચ, જ્યારે બપોરે ૨-૦૦ થી ૪-૦૦ સુધીમાં નવસારીમાં ૧.૫ ઈંચ અને જલાલપોરમાં ૧.૦ ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ ૨૮ ઈંચ વરસાદ વરસ્યો છે. આજ બપોર પછી વરસાદનું જોર ધીમું પડયું છે.

નીંચાણવાળા વિસ્તારોના ઘરોમાં ૪ ફૂટ પાણી ભરાયા

નવસારી-જલાલપોર પંથકમાં પડેલા ધોધમાર વરસાદનાં કારણે નીંચાણવાળા વિસ્તારોનાં કાચા-પાકા મકાનોમાં લગભગ ૪ ફૂટ પાણી ભરાઈ જતાં તેમાં રહેતાં લોકોની કફોડી હાલત થઈ હતી. અનાજ-ઘરવખરી-કપડા-ઓઢવા-પાથરવાનાં સાધનો ભીંજાઈ ગયા હતા.

વહીવટીતંત્ર દ્વારા નવસારીની દશેરા ટેકરી-રેલ રાહત કોલોની-સી.આર.પાટીલ સંકુલના કુલ ૬૫૦ લોકોને નજીકમાં આવેલી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યાં તેમને ચાહ-નાસ્તો અને જમવાનું આપવામાં આવ્યું હતું. ખાસ કરીને જલાલપોર તાલુકાનાં વિજલપોર શહેરી વિસ્તારમાં અને નવસારીનાં નીંચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર ચાર-ચાર ફુટ પાણી ભરાઈ ગયા હતા. અને માર્ગો બંધ થવાના લીધે લોકો ઘરની બહાર નીકળી શકતા ન હતા.

નવસારી જિલ્લાનો વરસાદ

નવસારી

૧૧.૫૦ ઈંચ

જલાલપોર

૧૧.૦૪ ઈંચ

ચીખલી

૮.૦૦ ઈંચ

ખેરગામ

૮.૦૦ ઈંચ

ગણદેવી

૬.૭૦ ઈંચ

વાંસદા

૫.૦૦ ઈંચ

Post Comments