Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતમાં વિરોધની મૌસમ:ભાજપ અને કોંગ્રેસના નેતાઆના પૂતળા બળાયા

-જય સરદાર-જય પાટીદારની ટોપી સાથે શક્તિસિંહ ગોહિલના પુતળાનું દહન

સુરત, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીની જાહેરાત બાદ સુરતમાં વિરોધની મૌસમ જામી રહી છે.  સુરતમાં આજે ગુજરાતના મુખ્યમંત્રીના પૂતળાનું દહન કેટલાક પ્રજાપતિ યુવાનોએ કર્યું હતું.

જ્યારે  સરદાર પટેલના ડી.એન.એ. હાર્દિક પટેલમાં છે તેવા નિવેદન બાદ શક્તિસિંહ ગોહિલ અને કોગ્રેસના પૂતળા દહન સુરતમાં થઈ રહ્યાં છે. ચૂંટણી પહેલા સુરતમાં પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શનની સંખ્યાબંધ ઘટનાઓ થતાં પોલીસની દોડાદોડી વધી ગઈ છે.

પ્રજાપતિ સમાજ અંગે મુખ્યમંત્રીના કહેવાતા નિવેદન બાદ સુરતમા ગઈકાલે  મુખ્યમંત્રી વિરોધની રેલીમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ન જોડાતા રેલી ફિક્કી બની ગઈ હતી.  પરંતુ આજે સુરતના વરાછા વિસ્તારમાં કેટલાક  પ્રજાપતિ યુવાનો ભેગા થયાં હતા તેઓએ મુખ્યમંત્રી વિજય રૃપાણીના પોસ્ટર પર પરચુરણ નાંખીને પોસ્ટર સળગાવ્યુ ંહતું.

સમાજના અગ્રણીઓએ એવો દાવો કર્યો હતો ક ે સમાજને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. તો બીજી તરફ કોગ્રેસના શક્તિસિંહ ગોહિલે  હાર્દિક પટેલમાં સરદાર પટેલના ડી.એન.એ. છે તેવા નિવેદન અને હાર્દિકની સીડી ફરતી તથા ભાજપ અને કેટલાક પાટીદારો  વિરોધ કરી રહ્યાં છે. 

સુરતના મોટા વરાછા સુદામા ચોક નજીક જય સરદાર જય જય પાટીદાર લખેલી ટોપીઓ સાથે કેટલાક યુવાનોએ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રસના પુતળાનું હદન કર્યું હતું. 

થોડી વાર બાદ વરાછાના હીરા બાગ સર્કલ અને પુણાના  અર્ચના સર્કલ પર ભાજપના કાર્યકરો દ્વારા  સરદાર પટેલ અંગેના કોંગ્રેસના નિવેદનનો વિરોધ કરીને  પુણા અર્ચના સર્કલ નજીક કોંગ્રેસના પુતળાનું હદન થઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસના નેતાઓના પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શન થતાં પોલીસની દોડાદોડી વધતી જઈ રહી છે.

Post Comments