Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે કોંગ્રેસ સામે પણ બેનરવોર મુસલમાન કો ટિકિટ નહીં તો વોટ નહી

- પુર્વ- લિંબાયત બેમાંથી એક ટિકિટ લઘુમતિને નહી ફાળવાય તો સિનિયર નેતાઓના ઘેરાવ અને રેલી યોજવા ચીમકી

સુરત, તા.15 નવેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થાય તે પહેલા સુરત કોગ્રેસમાં લઘુમતિ કાર્યકરો કોગ્રેસની સામે આવી ગયા છે.

સુરતની ૧૨ પૈકી પુર્વ અને લિંબાયત બેઠક પર  કોગ્રસ મુસ્લીમ ઉમેદવાર જાહેર  ન કરે તો આવનારા દિવસોમાં આક્રમક વિરોધ સાથે સિનિયર નેતાના ઘેરાવની ચીમકી પણ અપાઈ રહી છે.

સુરતના કેટલાક લઘુમતિવાળા વિસ્તારામં બેનર લાગ્યા છે કે મુસલમાન કો ટિકીટ નહી તો  મુસલમાનો કા વોટ નહી. આ બેનર લાગ્યા બાદ કોગ્રસના નેતાઓ ચિંતામાં મુકાયા છે અને લઘુમતિ  કાર્યકરોને મનાવવા માટે દોડધામ શરૃ કરી દીધી છે.

સુરતના કાદરશાની નાળ, સગરામપુરા, ખ્વાજા દાનાની દરગાહ તથા અન્ય કેટલાક મુસ્લીમ બહુમતિવાળા વિસ્તારમાં મુસલમાન કો ટીકીટ નહી તો મુસલમાનોકા વોટ નહી. પુર્વ વિધાનસભા.આ લખાણ સાથેના બેનર લાગતા સુરત કોગ્રેસનું રાજકારણ ગરમાયું છે. 

સુરતની ૧૨ બેઠકમાંથી  એક પણ બેઠક મુસ્લીમોને નહીં ફાળવવાની વાત બહાર આવતાં  લઘુમતિ કાર્યકરો-નેતાઓમાં રોષ ફેલાયો છે. 

સુરતની જુની કોગ્રસ ઓફિસે લઘુમતિ કાર્યકરોની બે દિવસ પહેલા બેઠક મળી હતી જેમાં લઘુમતિ કાર્યકરોનો  પ્રભાવ ધરાવતી પુર્વ અને લિંબાયત વિધાસભામાંથી એક બેઠક લઘુમતિને ફાળવવી જોઈએ તેવી માગણી હતી.

દરમિયાન કોગ્રસ લઘુમતિને સુરતમાં ટીકીટ ન આપે તેવી ચર્ચા શરૃ થતાં મુસ્લીમ  બહુમતિવાળા વિસ્તારમાં એક  ટિકીટ મુસલમાનને ફાળવવી જોઈએ.

વર્ષોથી મુસ્લીમ સમાજ કોગ્રેસ સાથે રહ્યો હોય ત્યારે મુસ્લીમ બહુમતિવાળા વિસ્તારમાં ટિકીટ ન ફાળવીને કોગ્રસ અન્યાય કરી રહી છે.

જો બેમાંથી એક બેઠક પર મુસ્લીમને ટિકીટ ફાળવવામા ન આવે તો આગામી દિવોસમાં આક્રમક વિરોધ સાથે સિનિયર નેતાના ઘેરાવ અને રેલી કાઢવાની ચીમકી પણ યુવાનોએ આપી છે. 

લઘુમતિ નેતા આ બેનરને જાહેરમાં સમર્થન કરતાં નથી પરંતુ ટિકિટ ફાળવવામાં નહી આવે તો સમાજ નારાજ થશે અને તેની અસર મતદાન પર પડી શકે છે તેવી વાત કરી રહ્યાં છે.

Post Comments