Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવતિનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી બિભત્સ વિડિયો શેર કર્યા

-પિયર રહેતી યુવતિનું એકાઉન્ટ બનાવી બનાસકાંઠાના યુવાને તેને જ સતત ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી

વાપી,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

વાપીની યુવતિના ફોટા બોગસ ફેસબુક એકાઉન્ટ પર પ્રોફાઈલ પિક્ચરમાં રાખી બિભત્સ વીડિયો અને ખરાબ સ્ટેટસ અપલોડ કરવા અંગે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. બનાસકાંઠાના ગઢ પાલનપુરના શખ્સે યુવતિના ફોટા ક્યાંકથી મેળવી બોગસ એકાઉન્ટ બનાવી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા આખો મામલો સામે આવ્યો હતો.

વાપીની ૨૩ વર્ષિય યુવતિના ત્રણ વર્ષ અગાઉ ઉદવાડા ખાતે રહેતા યુવાન સાથે લવમેરેજ થયા હતા. પણ પતિ સાથે અણબનાવ રહેતાં યુવતિ છેલ્લા ઘણા સમયથી પિયર રહેતી હતી. એપ્રિલ મહિનામાં યુવતિને ફેસબુક એકાઉન્ટમાં મનિષા પટેલ નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેમાં મનિષા પટેલના પ્રોફાઈલ પિક્ચરમાં ભોગ બનનારી યુવતિનો જ ફોટો રાખવામાં આવ્યો હતો. જોકે તેણીએ રિકવેસ્ટ નહીં સ્વીકારતાં ફરી પાછી તા.૨૪ એપ્રિલના રોજ હેલો ડાર્લિંગ અને હેલો બેબીનો મેસેજ પોસ્ટ કર્યો હતો. વારંવાર આવતી રિકવેસ્ટના કારણે તેણીએ મનિષા પટેલની રિકવેસ્ટ સ્વીકારી હતી. બાદમાં યુવતિએ મનિષા પટેલનું એકાઉન્ટ જોતાં તેમાં યુવતિના અલગ-અલગ ફોટાઓ તેમજ ખરાબ સ્ટેટસ રાખવાની સાથે બિભત્સ વિડીયો અપલોડ કરેલા જોવા મળ્યા હતા. જે અંગે યુવતિએ જીઆઈડીસી પોલીસ અને એસઓજીને ફરિયાદ કરી હતી. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પણ તા.૨૭ અને ૩૦ જુલાઈના રોજ યુવતિના ફોટા પર ગંદી કોમેન્ટ લખવામાં આવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં બોગસ એફબી એકાઉન્ટ બનાવવનારની ઓળખ બનાસકાંઠાના ગઢ પાલનપુર ખાતે રહેતા પરેશ માધવલાલ ભુટકા તરીકે થઇ છે. અને તેનો મોબાઈલ નંબર ૭૦૧૬૯૬૬૨૨૫ છે. યુવતિ પરેશ ભુટકા નામની વ્યક્તિને જાણતી નહીં હોવાનું કે કોઈપણ રીતે સંપર્કમાં નહીં હોવાનું જણાવતાં સોશિયલ મીડિયામાં યુવતિને બદનામ કરવાના ઈરાદે બોગસ એફબી એકાઉન્ટ બનાવનારા સામે જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

Post Comments