Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવતિનું ફેક ઇન્સ્ટ્રાગ્રામ બનાવી તેના પરિવારને બિભત્સ ફોટાઓ મોકલ્યા

- સોસાયટીના લબરમૂછીયાની પોલીસે ધરપકડ કરી

- કરતૂત કરનાર હીરાના કારખાનામાં મેનેજર છે : મિત્રતા તૂટતાં કર્યું આવું કામ

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 13 જૂન 2018, બુધવાર

મહોલ્લામાં રહેતી યુવતિએ મિત્રતા તોડી નાંખી વાતચીત બંધ કરી દેતાં તેના નામના ચાર ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ ફોટા મુકી તેના પરિવારના સભ્યોને મોકલનાર હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા લબરમૂછીયાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા આધેડને લગભગ એક માસ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર તેની દિકરીના ફોટા સાથે રીકવેસ્ટ મળી હતી. આધેડે તે જોતાં તેમાં દિકરીનો ફોટો ઉપરાંત ઘણાં બિભત્સ ફોટા પણ હતા.

આ અંગે તેમણે દીકરીને પૂછતાં તેને પણ આવી રીકવેસ્ટ મળી હતી. કોઇકે દિકરીના નામે ફેક એકાઉન્ટ બનાવી કરતૂત કર્યું હોવાની આશંકા સાથે  આધેડે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાવી હતી. સાયબર ક્રાઇમના આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ ટીમને સોંપાઇ હતી.

ટેકનીકલ સેલના પીએસઆઇ એમ.એ. ત્રિવેદી અને ટીમે ઇન્સ્ટા ગ્રામ સાથે તથા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો સાથે સંકલન કરી આધેડની દીકરીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર વત્સલ ચેતનભાઇ શાહ (ઉ.વ. ૨૦, રહે. બિલ્ડીંગ નં. ૧૦, ફલેટ નં. ૪૦૧, ઇશીતાપાર્ક સોસાયટી, અડાજણ, સુરત)ને ગતરોજ ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ ફોન અને સીમકાર્ડ  કબજે કર્યો હતો.

હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા લબરમૂછીયા વત્સલની ક્રાઇમ બ્રાંચે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે યુવતિના નામે ચાર ફેક ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં યુવતિનો ફોટો મુકી તેના પરિવારને રીકવેસ્ટ મોકલી હતી અને તેમાં બિભત્સ ફોટા પણ મોકલ્યા હતા. મહોલ્લામાં જ  આ યુવતિ રહેતી હોય વત્સલની તેની સાથે મિત્રતા હતી પરંતુ યુવતિએ  મિત્રતા તોડી નાંખી અચાનક વાતચીત બંધ કરતા તેણે આમ કર્યું હતું. ક્રાઇમ બ્રાંચે વત્સલનો કબજો રાંદેર પોલીસને સોંપ્યો છે.

Post Comments