Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાશિવરાત્રીએ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા

-મહિલા કાવડિયાઓએ પણ તાપીનું પાણી મહાદેવજીને ચઢાવી શિવ ભક્તી કરી

સુરત, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર


આજે  શિવરાત્રીની શરૃઆત સાથે જ સુરતના તમામ શિવ મંદિરો ભમ ભમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગુંજી ઉઠયા હતા.  સુરત શહેર અને જિલ્લાામં શિવ મંદિરોમાં શિવભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ થયો હતો.

દેવાધીદેવ મહાદેવને રિઝવવા માટે આજે સુરત સહિત દેશના તમામ  શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની  પુજા અર્ચના કરવામાં આવી હતી.  સવારના પહેલા પ્રહરથી જ શિવ મંદિરોમાં શિવ  ભક્તોનો પ્રવાહ શરૃ થઈ ગયો હતો.

દિવસ દરમિયાન શિવ મંદિરોમાં આરતીથી માંડીને લઘુરૃદ્દ અને બજન-  ડાયરા સાથે વિવિધ પૂજા કરવા સાથઓ મંદિરોમાં  ઘીના કમળ પણ મુકવામા આવ્યા હતા.ેસુરતમાં પ્રાચિન મંદિરથી માંડીને હાલમા ંજ બનેલા તમામ મંદિરોમાં ભગવાન શિવની આરાધના કરવામા ંઆવી હતી.

આ વર્ષે શિવ મંદિરોમાં ભક્તોની  ભીડમાં યંગસ્ટર્સની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી.  સુરતની કેટલીક મહિલાઓ અને યુવતીઓએ શિવ ભક્તિ  અનોખી રીતે કરી હતી. સવારે છ વાગ્યે  મોટી સંખ્યમાં મહિલાઓ તાપીના નાવડી ઓવારાના કિનારે આવી હતી. નદીમાંથી તાપીનું જળ  ભરતીને આ મહિલા કાવડિયાઓએ સીટીલાઈટ વિસ્તારમાં આવેલા મહાદેવજીના મંદિરે અભિષેક માટે પહોંચ્યા હતા.

સુરતના ઐતિહાસિક કતારગામ તથા ઓલપાડ નજીકના સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં આજે સિવરાત્રીના ધામધુમ પુર્વક  ઉજવણી કરવામાં આવી હતી.   વહેલી સવારથી શિવ મંદિરોમાં શરૃ થયેલો ભક્તોનો પ્રવાહ રાત્રી સુધી અવિરત રહ્યો હતો. શિવ મંદિરોમાં મોડી રાત્રીએ ભજન અને ડાયરાના કાર્યક્રમ સાથે લોકો શિવમય બની ગયાં હતા.

Post Comments