Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉંચા વ્યાજની લાલચ આપી અનેક લોકો સાથે કરોડોની ઠગાઇ

-ઓડિશાની કંપનીના સંચાલકોની અમરોલીની ઓફિસને તાળા

સુરત,તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

માસિક રોકાણ કરી ઉંચુ વ્યાજનું પ્રલોભન આપી અમરોલીમાં સિક્યોર લાઇફ ગૃપ ઓફ કંપનીઝના નેજા હેઠલ સિક્યોર લાઇફ કેપીટલ લિમિટેડની ઓફિસ ખોલી ઓરિસ્સાની કંપનીના સંચાલકોએ સંખ્યાબંધ લોકો પાસે કરોડો રૃપિયા ઉઘરાવી રકમ પરત કરી ન હતી.

આ અંગે વરાછાના કાપડ વેપારીએ કુલ ૧૫ વ્યક્તિ  સાથે થયેલી છેતરપિંડી અંગે રૃ।. ૧૦ કરોડની ઠગાઇની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબેહનુમાન રોડ હેપ્પી બંગ્લોઝની સામે કૈલાશ એપાર્ટમેન્ટ ઇ-૧૨૪માં રહેતા નરસિંહભાઇ ગણેશભાઇ ડાંખરા (ઉ.વ. ૫૩) કાપડની દુકાન ધરાવે છે.

કાપડના વેપાર સાથે પલ્સ ઇન્ડિયાના એજન્ટ તરીકે  પણ કામ કરતા નરસિંહભાઇ વર્ષ-૨૦૧૦માં અમરોલી માનસરોવર સર્કલ પાસે શ્રીપાલનગર સોસાયટી પ્લોટ નં. ૩-૪ના ગ્રાઉન્ડ ફલોર ઉપર સિક્યોર લાઇફ ગૃપ ઓફ કંપનીઝના નેજા હેઠલ સિક્યોર લાઇફ કેપીટલ લિમિટેડના નામે કંપનીની ઓફિસ શરૃ કરનાર બબરૃ બહન નાયકના સંપર્કમાં આવ્યા હતા.

મૂળ ઓરિસ્સાના ગંજામના વતની બબરૃએ પોતાની ઓળખ કંપનીના ડાયરેકટર તરીકે આપી ત્યાં સાથે રહેતા બીજા ડાયરેકટર રૃશીયા લોકનાથ ગૌડા, બ્રાંચ મેનેજર અશોક ગદાધર સ્વાંઇ સાથે ઓળખાણ કરાવી હતી.

ત્રણેયે નરસિંહભાઇને માસિક રૃ।. ૧૦,૦૦૦ રોકાણ કરી ઉંચુ વ્યાજ દર મહિને મેળવવાની યોજના સમજાવી રોકાણ કરવા અને અન્યોને સભ્યો બનાવવા કહેતા નરસિંહભાઇએ કુલ રૃ।. ૫૭ લાખ ચાર વર્ષના સમયગાળામાં રોક્યા હતા.

સુરતના જુદા જુદા  વિસ્તારોમાં પણ ઓફિસ ખોલનાર સિક્યોર લાઇફ કેપીટલ લિમિટેડના હોદ્દેદારોએ સંખ્યાબંધ લોકો પાસે રોકાણ કરાવી શરૃઆતમા વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ બાદમાં વ્યાજ આપવાનું બંધ કરી મુદ્દલ રકમ પણ પરત કરી ન હતી અને તમામ ફરાર થઇ ગયા હતા.

કરોડો રૃપિયાનું રોકાણ કરનારાઓએ ઓરિસ્સા જઇ તપાસ કરી તો ત્યાં સિક્યોર લાઇફના નામે જમીન, હોટલ, સહકારી બેંક ધરાવતા આ ગૃપના હોદ્દેદારોએ તમામને એફીડેવીટ કરી પૈસા  પરત કરવાનો વાયદો કર્યો હતો પરંતુ વાયદો પૂરો કર્યો ન હતો.

પોતાના રૃ।. ૫૭ લાખ અને બીજા ૧૦થી ૧૫ રોકાણકારોના રૃ।. ૧૦ કરોડ ડૂબી જવા અંગેની ફરિયાદ આખરે નરસિંહભાઇએ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. વધુ તપાસ પી.એસ.આઇ. પી.એમ. વાળા કરી રહ્યાં છે.

Post Comments