Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કે.પી. કોલેજ બહારથી પિસ્તોલ બતાવી જમીન દલાલનું અપહરણ

-દલાલ રાજેશ વારડે નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર અને ભાજપ યુવા મોરચાનો કારોબારી સભ્ય

સુરત, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

જમીન દલાલીનું કામ કરતા નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર અને ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્યનું જૂના ઝઘડાની અદાવતમાં આજે બપોરે કે.પી. કોમર્સ કોલેજ પાસેથી બે યુવાનોએ પિસ્તોલની અણીએ કારમાં અપહરણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ નાનપુરામાં જ્યાં તેઓ હાજર હતા ત્યાં પહોંચી હતી અને તમામને પોલીસ મથકે લાવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુર ગામ રાજહંસ એપલ ફલેટ નં. એ-૪૦૪માં રહેતો નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર રાજેશ મંગાભાઇ વારડે (ઉ.વ. ૩૩) જમીન દલાલીનું કામ કરે છે તેમજ સુરત શહેર ભાજપ  યુવા મોરચામાં કારોબારી સભ્ય પણ છે.

રાજેશ આજે બપોરે ૨-૪૫ના અરસામાં અઠવાલાઇન્સ કે.પી. કોમર્સ કોલેજની બહાર મોર્યા જ્યુસ સેન્ટર પાસે મિત્રો સાથે નાસ્તો કરતો હતો. ત્યારે એક્સયુવી કાર  (નં. જીજે-૦૫-જેપી- ૧૦૪૬)માં કાર્તિક નરેશભાઇ શિંગોડાવાલા (કહાર) (રહે. ૧/૨૧૨૮,  બારાહજારી મહોલ્લો, નાનપુરા, સુરત) તેના એક મિત્ર સાથે ત્યાં આવ્યો હતો.

રાજેશની ગત દિવાળીમાં કાર્તિક સાથે ફોન ઉપર ગાળાગાળી થઇ હતી. તે બાબતની અદાવત રાખી કાર્તિકે રાજેશ સાથે ગાળાગાળી કરી હતી અને માર માર્યો હતો જ્યારે તેની સાથેના યુવાને પિસ્તોલ બતાવી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને તેને એક્સયુવી કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.

નાસ્તાની લારી ઉપર હાજર મિત્રોએ પોલીસને જાણ કરી હતી  અને તેઓ પણ કાર પાછળ દોડયા હતા. કાર્તિક અને તેનો મિત્ર રાજેશને નાનપુરા વિસ્તારમાં લઇ ગયા હતા, ત્યાં તેઓ વાતચીત કરતા હતા ત્યારે જ ઉમરા પોલીસ પહોંચી હતી અને તમામને પોલીસ મથકે લઇ આવી હતી.

શરૃઆતમાં રાજેશ- કાર્તિકે તેમના ઝઘડામાં સમાધાન થયું છે તેવું જણાવ્યું હતું. જો કે, પિસ્તોલની અણીએ અપહરણ જેવો ગંભીર ગુનો હોય ઉમરા પોલીસે ફરિયાદ નોંધી કાર્તિકની તેમજ પિસ્તોલ બતાવનાર વિનય માછીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Post Comments