Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતના આંગણે યોજાયો ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’

- દેશ-વિદેશના 55 પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરાયુ

- અડાજણ વિસ્તાર સ્થિત રિવર ફ્રન્ટ પાસે પતંગ મહોત્સવનું આયોજન કરાયુ હતુ

સુરત, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

દેશ-વિદેશના 55 પતંગ બાજોની વિવિધ શૈલીઓનો નજારો સુરતીઓને માણવા મલ્યો હતો. રાજયના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલીકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે આજ રોજ સુરતના અડાજણ વિસ્તાર સ્થિત રિવર ફ્રન્ટની બાજુના મેદાનમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં સુરતના આંગણે દેશ-વિદેશના પંતગબાજો પતંગબાજીની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી.


 
આ પતંગ મહોત્સવમાં જર્મની, ફ્રાન્સ, ઈન્ડોનેશીયા, ઈઝરાઈલ, તુર્કી, સ્વિઝરલેન્ડ, ઈસ્ટોનિયા, કુરાકાઓ જેવા વિવિધ દેશોના 29 વિદેશી પંતગબાજો ભાગ લીધો હતો જયારે ભારતમાંથી 9 તથા સુરતના 15 અને નવસારીના બે પતંગબાજો મળી કુલ 55 જેટલા પંતગબાજોએ ભાગ લીધો હતો.

આ અવસરે દેશ-વિદેશના પતંગબાજાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

(તસવીર - દિલીપ રામસા)

Post Comments