Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજાશાહી, બાહુબલી, ગ્રામ્ય અને જંગલ થિમ પર 'ભવ્ય' દીક્ષા આરંભ

- શહેરમાં પ્રથમવાર થિમબેઝ દીક્ષા ઉત્સવ

- આજે ભગવંતોનું સામૈયું : કપડા રંગાશે અને દીક્ષાર્થીની જીવનયાત્રાની ફલેશબેક જર્ની બતાવાશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

તા. ૧૬મી ઓકટોબર- ૨૦૧૭... આમ તો આ દિવસ કોઇ વિશેષ નથી પણ સુરતમાં જૈન સમાજ માટે અલગ રીતે યાદ રાખવાનો દિવસ જરૃર  હતો. આ  દિવસે ૧૨ વર્ષીય દીક્ષાર્થી ભવ્ય ફરારી કારમાં બેસીને દીક્ષા મુહૂર્ત લેવા પહોંચ્યો હતો. મુહૂર્તમાં આ ભવ્યતા હતી તો દીક્ષામાં કેવી હશે?  ભવ્યના નામ પ્રમાણે જ તેની ભવ્ય દીક્ષા થવાની છે. વિવિધ થિમ બેઇઝ થનારી દીક્ષાનો મંગળવારથી આરંભ થઇ રહ્યો છે.

ઉમરા જૈન સંઘના આંગણે જુના ડીસા નિવાસી શારદાબેન અને પ્રવિણભાઇ શાહ દ્વારા આ.ભ. દીક્ષાદાનેશ્વરી શ્રી ગુણરત્નસૂરીજી, પુણ્યરત્નસૂરીજી, યશોરત્નસૂરિજી, રવિરત્નસૂરિજી, રશ્મિરત્નસૂરિજી, હંસકિર્તીસૂરિજી આદિ ૩૦૦થી વધુ સાધુ ભગવંતોની નિશ્રામાં ભવ્યનો દીક્ષા ઉત્સવ થશે. જૈન શ્રાવક વિજય મહેતાએ જણાવ્યું કે, પ્રથમ વખત થિમ  બેઇઝ દીક્ષા ઉત્સવ યોજાઇ રહ્યો છે. ત્રિદિવસીય ઉત્સવમાં પ્રથમ દિવસે તા. ૧૭મીએ સવારે ગુરૃ ભગવંતોનું સામૈયું થશે. બપોરે મહેંદી રસમ. આ રસમમાં જે છાબ છે તેને ફરારીનું સ્વરૃપ  આપવામાં આવ્યું છે. ફરારીની છાબમાં મુમુક્ષુા રંગાયેલા કપડા સહિતની વસ્તુઓ રાખવામાં આવશે.

આ જ દિવસે સાંજા રાજાશાહીમાં ઘોડા પર બેસીને ભવ્ય પાંચ દેરાસરનાં દર્શને નીકળશે અને રાત્રે ભવ્યની જીવનયાત્રા ફલેશબેક જર્ની થિમ પર બાળ કલાકાર ક્રિશ રજૂ કરશે. તા. ૧૮મીએ બાહુબલી થિમ પર સવારે ૮-૩૦ ક. વરઘોડો નીકળશે. જે બાહુબલી ફિલ્મનાં ભવ્ય સેટની યાદ અપાવશે. સાંજે પરિવાર સાથે અંતિમ આયણુ પણ વિશેષ થિમ આધારિત રહેશે. રાત્રે ૮-૩૦ ક. પધારો મ્હારે દેશ થિમ પર વિદાય સમારોહ યોજાશે. જેમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. અને તા. ૧૯મીએ સવારે ૭-૩૦ કલાકે દીક્ષા વિધિનો આરંભ થશે.

આ દિક્ષા વિધિ માટે જ્ઞાાતવન ખંડ થિમ રાખવામાં આવી છે. ભગવાન મહાવીરે જ્યાં દીક્ષા ગ્રહણ કરી એવા પ્રકારનું જંગલ બનાવાશે. અહીં વિવિધ પ્રકારના બામ્બુ જેવા વૃક્ષો તો પ્રાણીઓની પણ હાજરી દેખાશે. અલબત્ત પ્રતિક સ્વરૃપે. ટુંકમાં કોઇ શહેરનાં કોંક્રીંટ જંગલમાં નહીં પણ અસ્સલ જંગલમાં દીક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે એવો માહોલ ઉભો કરાશે.

દીક્ષાની ચાર સદીની ગાથા વૃક્ષોનાં પાન-પાન ગાશે
દીક્ષા દાનેશ્વરી શ્રી ગુણરત્નસૂરિજી દ્વારા ૨૫મી એપ્રિલે ૬ દીક્ષા સાથે ૪૦૦ દીક્ષા પુરી થશે. આ ચારસો દિક્ષાર્થીઓની નામાવલિ સ્ટેજ પર ત્રણ વૃક્ષોમાં અંકિત કરાઇ છે. વૃક્ષોનાં ગોલ્ડન  અને સિલ્વર પાંદડામાં તમામ  ૪૦૦ દીક્ષાર્થીઓની માહિતી નિહાળી શકાશે.

Post Comments