Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનગઢના એકલખાંભમાં વરલી મટકાના જુગાર રમતા ૩ પકડાયા

બારડોલી,તા.18 જુન 2017, રવિવાર

સોનગઢ તાલુકાના એકલખાંભ ખાતે એલસીબીની ટીમે છાપો મારી રોકડા રૃ।. ૨૩૧૧૦ સાથે વરલી મટકા રમતા ૩ શખ્સોને ૩ બાઇક સાથે ઝડપી પાડયા હતાં. વરલીમટકાનો આંક કાપનાર નર્મદા જિલ્લાના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

તાપી એલસીબીના જમાદાર સંદીપ હીરાલાલે પોતાની ટીમ સાથે એકલખાંભ (નવી સેલ્ટીપાડા)   ગામે છાપો માર્યો હતો. ગામના દિનેશ છગનભાઇ વસાવા પોતાના ઘરના આંગણામાં બાઇક પાર્ક કરી બાઇક પર જ મુંબઇથી નીકળતા વરલીમટકાના આંક પર હારજીતનો જુગાર રમાડતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. અન્ય બે શખ્સો રાહુલ દિલીપભાઇ વસાવા (રહે. જંગલ આમલપાડા તા. સોનગઢ) અને માનસિંગ દિપકભાઇ વસાવા (રહે. ઝરીઆંબા, તા. સોનગઢ) પણ બાઇક લઇ જુગાર રમવા આવતા ઝડપી લીધા હતાં.પોલીસે ત્રણેય પાસેથી રોકડા રૃ।.૨૩૧૧૦ અને જુગારના સાધનો, ત્રણ બાઇક રૃ।. ૭૫૦૦૦ અને ૩ મોબાઇલ ફોન રૃ।. ૬૦૦૦ મળી કુલ રૃ।. ૧,૦૪,૧૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે જુગાર રમાડનાર દિનેશ વસાવાની પૂછપરછ કરતા વરલીમટકાનાં જુગારના આંકનું કટીંગ મહેશ બંસીલાલ ચૌધરી (રહે. સેલંબા, તા.સાગબારા,જિ. નર્મદા) લેતો હોવાની કબુલાત કરતા પોલીસે જુગારધારા ૧૨-અ મુજબ ગુનો નોંધી મહેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે.

Post Comments