Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભિલાડના કનાડુ ગામે રહેણાંક વિસ્તારમાં દિપડો આવી ચઢ્યો

વાપી,તા.16 જુલાઇ 2017, રવિવાર

ભિલાડ નજીકના કનાડુ ગામે ગઇકાલે મધરાતે દિપડો રહેણાંક વિસ્તારમાં  શિકારની શોધમાં પહોંચી હિલચાલ કરતો સીસીટીવીમાં કેદ થયાનું બહાર આવતા ગામલોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.

ભિલાડ નજીકના કનાડુ ગામે ઠાકર ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક અન્નપૂર્ણાબેન નરેશભાઇ ઠાકર (ઉ.વ. ૬૨) રહે છે. આજે અન્નપૂર્ણાબેન પોતાના મકાનમાં લગાવેલા સીસીટીવીમાં ચકાસણી કરતા ફૂટેજના ગઇકાલે મધરાતે તેમના મકાન નજીક દિપડાની હિલચાલ જોતાં ગભરાઇ ગયા હતા. ગામમાં શિકારની શોધમાં દિપડો આવ્યો હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

ગામલોકો  અન્નપૂર્ણાબેનને ત્યાં પહોંચી સીસીટીવીના ફૂટેજ જોઇ ગભરાઇ ગયા હતા. બનાવ અંગે વન વિભાગને જાણ કરાઇ હતી. ગત વરષે અન્નપૂર્ણાબેનને ત્યાં લૂંટની ઘટના બન્યા બાદ મકાનમાં સીસીટીવી લગાવ્યા હતાં.

Post Comments