Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કામદાર-વેપારીઓના હિતમાં GST આંદોલનનો સુખદ ઉકેલ લાવવા માંગ

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.16 જુલાઇ 2017, રવિવાર

જીએસટીને લઇને સુરતના કાપડ ઉદ્યોગમાં ચાલી રહેલા આંદોલનના પગલે કામદારોની રોજીરોટી છીનવાતા આગામી દિવસોમાં પરિસ્થિતી વિકટ નહીં બને તે માટે સરકાર, વહીવટી તંત્ર, પ્રોસેસર્સ, વિવર્સ, ટ્રેડર્સ સાથે ટેક્સટાઇલના તમામ જુથોએ એક મંચ પર આવીને કામદારોના હિતમાં સુખદ ઉકેલ લાવવાની માંગ કરાઇ છે.

જીએસટીના કારણે કાપડ ઉદ્યોગમાં ઉદ્ભવેલી પરિસ્થિતી અંગે આજે સુરત જિલ્લા ટેક્ષટાઇલ માર્કેટીંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા માંગ કરાઇ છે કે, સુરતમાં હડતાળના કારણે કામદારોની રોજીરોટી છીનવાઇ રહી છે. અને કામદારોેનું જીવન નિર્વાહ કરવાનું મુશ્કેલ બન્યું છે. બાળકોના ભણાવવાના ખર્ચ કાઢી શકવામાં ફાંફા પડી રહ્યાં છે. આવી મજબુરીના કારણે કામદારો હવે વતનમાં જઇ રહ્યાં છે. આગામી દિવસોમાં આ હડતાળ બહુ લાંબી ચાલી તો પરિસ્થિતિ મુશ્કેલ બને તેમ છે. આથી  સરકાર, વહીવટી તંત્ર, પ્રોસેસર્સ, વિવર્સ, ટ્રેડર્સ સાથે ટેક્સટાઇલના તમામ જુથોએ એક મંચ પર આવીને કામદારો અને વેપારીઓના હિતમાં રાજનીતિ કર્યા વગર આ પ્રશ્નનો સુખદ અંત લાવવો જોઇએ.

Post Comments