Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગેસ ગળતરની ઘટનામાં ભઠ્ઠાના માલિક અને કંપની વિરૃદ્ધ ગુનો દાખલ

-ખતરારૃપ કેમિકલ હેઝાર્ડસ વેસ્ટની હેરાફેરી કરી પ્રજાના જીવન સાથે ચેડા કરવા અંગે GPCBની ફરિયાદ

નવસારી,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

નવસારીનાં ચોખડ ગામે રવિવારે રાત્રે ઇંટના ભઠ્ઠા પર કેમિકલ લઇ આવેલા ટ્રક ડ્રાઇવરનું કેમિકલના ગેસથી મોત થયું હતું અને બે શ્રમજીવી બેહોશ થયા હતા. આ પ્રકરણમાં આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ નવસારી રૃરલ પોલીસમાં મરનાર ટ્રકચાલક, ઇંટ ભઠ્ઠાનાં માલિકો તેમજ ઝેરી કેમિકલ આપનારી અંકલેશ્વરની કંપની વિરૃદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ચાર વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવસારીનાં ચોખડ ગામે ચાલતા ઇંટના ભઠ્ઠામાં રવિવારે રાત્રે કેમિકલ ઠાલવતી  વખતે ગળતર થવાથી ટ્રકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે શ્રમજીવીઓને ગેસની ઘેરી અસર થતાં બેહોશ થયા હતા. જેના પગલે હરકતમાં આવેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ સુરતના અધિકારી જયંતિભાઇ  માધવભાઇ ચૌધરી (રહે. બેલ્ઝીયમ સ્કેવર ટીપીકલ, ફર્સ્ટફલોર, લીનીયર બસ સ્ટેન્ડ સામે, સુરત)એ આજરોજ નવસારી રૃરલ પોલીસમાં ઇંટ ભઠ્ઠાના માલિક - સઇદ ડેગીયો અને ફરદાન ડેગીયો (બંને રહે. કપલેથા, સુરત) ટ્રક  (નં. જીજે-૧૬-વાય- ૪૭૭૭)નો મૃતક ચાલક તથા બીજા ૨ જણા તેમજ ઝેરી કેમિકલ હેઝાર્ડસ વેસ્ટ સપ્લાય કરનાર કંપનીનાં સંચાલકો સામે  ફરિયાદ આપી હતી.

જેમાં જણાવ્યું છે કે,  હેઝાર્ડસ વેસ્ટ કેમીકલ અત્યંત ઝેરી છે. તેના સંસર્ગમાં આવનાર માનવ- પશુનું તુરંત મોત થઇ શકે છે. એ હકીકત જાણવા છતાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે તેને લાવી - ખાલી કરાવ્યું હતું. જેનાં ગેસથી ટ્રકના ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય બે મજૂરોને અસર થઇ છે. માનવ અને પશુજીવને ખતરારૃપ કેમીકલ હેઝાર્ડસ વેસ્ટની હેરાફેરી કરી જાહેર પ્રજાનાં જીવન સાથે ચેડા કરવા બદલ પોલીસે આરોપીઓની સામે ગુનો નોંધી વધુ તપાસ વેસ્મા આઉટ પોસ્ટનાં હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ ગુલાબભાઇ કરી રહ્યાં છે.

Post Comments