Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાપડીયા હેલ્થ ક્લબના સ્વીમીંગ પુલમાં માતાની નજર સામે બાળક ડુબી ગયો

- ૧૧ વર્ષના હર્ષ પોદ્દારને બચાવવામાં ઇન્સ્ટ્રકટરે ઘણું મોડું કર્યાનો માતાનો આક્ષેપ: બાળકને પાણીમાં ખેંચ આવ્યાની ચર્ચા: પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

સુરત, તા.16 મે 2018, બુધવાર

ભટાર રોડના કાપડીયા હેલ્થ કલબના સ્વીંમીગ પુલમાં આજે મોડી સાંજે તરી રહેલા મોટી સંખ્યામાં તરવીરોની વચ્ચે એક અગિયાર વર્ષીય બાળક તેની માતાની સામે જ મોત સામે ઝઝુમીને ડુબીને મોતને ભેટતા કલબના સંચાલકોની લાપરવાહી સામે આવી છે. માતાએ આક્ષેપ કર્યા હતા કે ડુબતી વખતે કોઇ જલ્દી બચાવવા આવ્યુ ન હોવાથી આ ઘટના બની છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં વેકેશન હોવાથી તમામ સ્વીમીંગ પુલોમાં ભારે ભીડ હોય છે. આ ભીડ વચ્ચે કોઇ બાળક ડુબી રહયો હોય તો  બચાવવા માટે ઇન્સ્ટ્રકટર હોય છે. તેમ છતા બાળકો ડુબવાની ઘટના બનતી જ રહે છે. આવી જ એક ઘટના આજે ભટાર રોડના કાપડીયા હેલ્થ કલબના સ્વીંમીંગ પુલમાં બની હતી. મળેલી માહિતી મુજબ વેસુ વી.આઇ.પી રોડ નંદનદન -૨ રેસીડન્સીમાં રહેતા કાપડના વેપારી પિંકેશ પોદ્દારનો અગિયાર વર્ષીય દિકરો હર્ષ શ્રી શ્રી રવિશંકર સ્કુલમાં ધો-૬ પાસ કરીને આ વર્ષે સાતમાં ધોરણમાં આવ્યો હતો. અને હાલ વેકેશન હોવાથી માતા ઇન્દુબેન સાથે ભટાર રોડના કાપડીયા હેલ્થ કલબમાં સ્વીમીંગ માટે આવતો હતો. હર્ષ ગત ત્રણ મે થી દરરોજ  સાંજે ૫ થી ૬ ના બેન્ચમાં આવતો હતો.

આજે પણ નિત્યક્રમ મુજબ માતા સાથે તે સ્વીમીંગ માટે આવ્યો હતો. દરમિયાન પોણા છ વાગ્યાના અરસામાં અચાનક તે ડુબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઇને ત્યાં હાજર લોકોએ બુમાબુમ કરી હતી. સ્વીમીંગ ઇન્સ્ટ્રકટરે પાણીમાં કૂદીને તેને પાણીમાંથી બહાર કાઢયો હતો. પહેલા નવી સિવિલ બાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પણ ડૉકટરે તપાસીને મૃત જાહેર કર્યો હતો.

ઇન્સ્ટ્રકટર જલ્દી આવતે તો મારો બાળક બચી ગયો હોત:ઇન્દુબેન
મૃતક બાળકની માતાએ એવા આક્ષેપ કર્યા હતા કે, હર્ષ જયારે ડુબી રહયો હતો, તે વખતે તત્કાળ ઇન્સ્ટ્રકટર આવી ગયા હોત તો મારો બાળક બચી ગયો હોત. જો કે, હેલ્થ કલબના સંચાલકોએ, આ અકસ્માતનો કેસ હોવાથી અમે કશું કરી શકીએ તેમ નથી તેમ જણાવી દીધું હતું. એક ચર્ચા એવી છે કે, હર્ષને સ્વીમીંગ પુલમાં અચાનક ખેંચ આવતા તે ડૂબી ગયો હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આ અંગે આગળની કાર્યવાહી કરશે.

Post Comments