Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધરમપુર-કપરાડા-વલસાડમાં ૬, પારડીમાં ૫,વાપીમાં ૪ ઇંચ વરસાદ

- વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગ

- ધરમપુરના રાજપુરી તલાટ ગામે તાન નદી કિનારેથી મહિલાની લાશ મળી

-  બે સ્થળે વૃક્ષો ઘરાશય : અનેક માર્ગો બંધ

વાપી, તા. 11 જુલાઈ 2018, બુધવાર

વલસાડ જીલ્લામાં મંગળવારથી શરૃ થયેલા વરસાદે તોફાની બેટીંગ કરતા વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ધરમપુર તાલુકામાં ૬.૭૨ ઈંચ, વલસાડમાં ૬.૪૪ ઇંચ, કપરાડામાં ૬.૧૬ ઇંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતી થઇ છે.  ધરમપુર તાલુકામાં તાન નદી કિનારેથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. તો બે સ્થળે વૃક્ષો ધરાશય થયા હતા. 

જિલ્લામાં અનેક માર્ગો પર પાણી ફરી વળતા બંધ થયા હતા. જ્યારે પડોશી દમણમાં ૩ ઈંચ અને દા.ન.હવેલીમાં ૪ ઈંચ વરસાદ પડયો હતો. મધુબન ડેમમાં ૬૨૦૪૮ કયુસેક પાણીની આવક સામે ડેમમાંથી ૩૩૪૭૮ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી ૭૨.૨૫ મીટર નોંધાઈ હતી.  

વલસાડ જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદ અપેક્ષા કરતા થોડા દિવસ મોડો શરૃ થયા બાદ મેઘરાજાએ મહેર વરસાવતા જીલ્લામાં અત્યાર સુધીમાં ૬૧૮૫ મી.મી. (૪૨ ઈંચ) વરસાદ પડી ચૂકયો છે. જેમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં ૧૬૫૧ મી.મી. (૬૬ ઈંચ) વરસાદ અને સૌથી ઓછો પારડીમાં ૮૩૬ મી.મી. (૩૩ ઈંચ) વરસાદ પડયો છે.

આજે સાંજે ૪ વાગ્યા સુધી પુર્ણ થતાં ૨૪ કલાકમાં  જિલ્લામાં સરેરાશ ૭૬૪ મી.મી. (૫ ઈંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં ધરમપુર, કપરાડા અને વલસાડમાં ૬ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સૌથી ઓછો ઉમરગામમાં ૧.૬૮ ઈંચ વરસાદ પડયો હતો. ધરમપુરમાં ૧૦ કલાકમાં જ ૬ ઇંચ પાણી પડતાં જળબંબાકરની સ્થિતિ ઉભી થઇ હતી. તાલુકાના રાજપુરી તલાટ ગામે તાન નદી કિનારે અજાણી મહિલાની લાશ તણાઇ આવી હતી.

ધરમપુરના રામવાડી માર્ગ પર વૃક્ષ ધરાશય થયું હતું તો છોકરી ફળિયા વિસ્તારમાં પુલ પરથી પાણી વહેવા માંડયું હતું. જ્યારે બરૃમાળ ગામે મહુડાનું વૃક્ષ ઘર પર પડતા નુકસાન થયું હતુ.ં ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને લઇ વલસાડ ઔરંગામાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જોકે, ઉપરવાસમાં બપોરે ૩ વાગ્યા પછી વરસાદે વિરામ લેતાં પૂરનું સંકટ ટળ્યું હતુ.

આજે સવારે ૮ વાગ્યા સુધી પૂર્ણ થતાં ૨૪ કલાકમાં દમણમાં ૭૬ મી.મી. (૩ ઈંચ) અને દા.ન.હવેલીમાં ૯૯ મી.મી. (૪ ઈંચ) વરસાદ પડયો હતો. વલસાડ જીલ્લાના મધુબન ડેમમાં આજે ૬૨૦૪૮કયુસેક પાણીની આવક થઈ હતી. ડેમ  સત્તાવાળાઓએ ડેમના ૧૦ પૈકી ૪ દરવાજા ૨.૨૦ મીટર સુધી ખુલ્લો મુકી દમણગંગા નદી મારફતે ૩૩૪૭૮ કયુસેક પાણી છોડી રહ્યા છે. આજે સાંજે ૪ વાગ્યે ડેમની સપાટી ૭૨.૨૫ મીટર નોંધાઈ હતી.

વલસાડમાં શઘઇખની ટીમ તૈનાત

વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડામાં ભારે વરસાદ વરસતાં હનુમાનભાગડાના પીંચીંગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે હનુમાન ભાગડાનો સંપર્ક તૂટી રહ્યો હતો. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમે તૈનાત કરવામાં આવી હતી. તેમણે અહીં કોઇ દુર્ઘટના ન ઘટે તેની તકેદારી રાખી હતી.

વલસાડની અર્લિ વોર્નિંગ સિસ્ટમ સફળ થઇ

વલસાડમાં વહીવટી તંત્ર દ્વારા અર્લિ વોર્નિંગ સિસ્ટમ લગાવાઇ હતી. જેમાં ઉપરવાસમાં ભારે પાણી આવતાં વલસાડ ભૈરવી નદીમાં પાણીનો ભરાવો થવા લાગે છે. જેની જાણકારી મળી જતાં વલસાડ હનુમાન ભાગડા અને તરિયાવાડમાં હુટર(સાયરન) વગાડી દીધા હતા. બપોરે ૨ કલાકે વલસાડમાં પુરની પરિસ્થિતિ સર્જાવાથી હુટરો રણક્યા હતા. જોકે, ત્યારબાદ ઉપરવાસમાં વરસાદ બંધ પડતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

વલસાડ જિલ્લાનો વરસાદ
ધરમપુર    ૬.૭૨ ઇંચ
વલસાડ    ૬.૪૪ ઇંચ
કપરાડા    ૬.૧૬ ઇંચ
પારડી    ૫.૦૮ ઇઁચ
વાપી    ૪.૦૮ ઇંચ
ઉમરગામ    ૧.૬૮ ઇઁચલીધો હતો.

Post Comments