Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બારડોલીમાં સવારે ૬ કલાકમાં ૬ ઈંચ વરસાદથી જળબંબાકાર : ખાડીમાં યુવાન તણાયો

- સરદાર ચોક વિસ્તાર, ભંડારીવાડ, પાલિકા કચેરી નજીકનો વિસ્તાર અને કે.કે. પાર્કમાં ઘરોમાં પાણી ભરાયા

- જનજીવન પ્રભાવિત

બારડોલી, તા. 11 જુલાઈ 2018, બુધવાર

બારડોલીમાં આજે સવારે છ વાગ્યાથી વરસાદે ધમાકેદાર શરૃઆત કરી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૪૩ મીમી (છ ઈંચ) પાણી ઝીંકતા નગરમાં ઠેર ઠેર પાણી ભરાવા સાથે જનજીવન પ્રભાવિત થયું હતું. નગર મધ્યેથી પસાર થતી કોયલી ખાડીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ન્હાવા ઉતરેલા ઈસ્લામપુરાના ૮ થી ૧૦ યુવાનોમાંથી ૨૦ વર્ષનો યુવાન તણાઈને ડુબી ગયો હતો.

બારડોલી નગરમાં વરસાદે ગતરાત્રીથી ધીમી અને મધ્યસરની શરૃઆત કરી હતી. બાદમાં આજે સવારે છ વાગ્યાથી ધમાકેદાર શરૃઆત સાથે નગરનું જનજીવન વરસાદથી પ્રભાવિત થયું હતું. સવારે ૯ વાગ્યે નગરમાં અનેક વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની બૂમો પાડી હતી. જેમાં બારડોલી ગામમાં સરદાર ચોક વિસ્તાર, ભંડારીવાડમાં વરસાદી પાણી રોડ પરથી ઘરોમાં ઘૂસી ગયા હતા.

શાસ્ત્રી રોડ પર નગરપાલિકા કચેરી નજીક, અને કે.કે.પાર્કમાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો. સવારથી મૂશળધાર વરસાદમાં નગર મધ્યેથી પસાર થતી કોયલી ખાડીમાં પાણીનો પ્રવાહ પણ વધી જતા ખાડી નજીકના વિસ્તારમાં પાણી ભરાયા હતા. કોળીવાડની પાછળ આવેલા ઈસ્લામપુરા અને ગાંધી રોડ પર રાજીવનગર તથા ભુંડ ફળિયા, આશીયાના નગરમાં પાણી ભરાયા હતા.

ખાડીના પાણી ઘરમાં ભરાવાના શરૃ થતા ઈસ્લામપુરાના યુવાનો ઘરમાંથી સરસામાન બહાર કાઢીને મુકતા હતા. સવારે ૧૦ વાગ્યે યુવાનોએ પાણી ભરાયેલા તે ઘરોનો સામાન સરખો કરી ખાડીના પાણીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે ઉસ્માન સોયેબભાઈ આકુજી (ઉ.વ.૨૦) ખાડીના પાણીમાં સામે કિનારે જતો રહ્યો હતો.

બાદમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને સપાટી વધતા ઉસ્માન આકુજી સામે કિનારેથી પાછા આવતા ઉંડા પાણીમાં તણાઈ ગયો હતો. અન્ય યુવાન તરવેયાઓએ શોધખોળ કરતા ઉસ્માનની લાશ એકાદ કલાક બાદ મળી આવતા પોલીસને જાણ કરી હતી. અન્ય યુવાન ઉસ્માનને બચાવવા જતા ડુબતો હતો પરંતુ તેને બચાવી લેવાયો હતો.

બારડોલી શુગર ફેક્ટરી ખાતે રેલવે અંડરબ્રીજમાં કાર ડુબી જતા ફસાઈ ગઈ હતી. ગરનાળામાં પાણી હોવા છતાં કાર હંકારતા ઘટના બની હતી. બપોરના બાર વાગ્યા બાદ વરસાદે ધીમે ધીમે વિરામ લેતા વહીવટી તંત્રએ રાહત અનુભવી હતી. આજે દિવસભરના વરસાદમાં બારડોલી નગરમાં જનજીવન પ્રભાવિત થયું હતું. લોકોએ મહત્વના કામ સિવાય ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી દીધું હતું.

Post Comments