Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમર જ્વેલર્સના પિતા-પુત્રના ૨૦૦ કરોડ રૃપિયા માર્કેટમાં વ્યાજે ફરે છે

-બિલ્ડરો ઉપરાંત ડાયમંડ વ્યવસકારોને ફાયનાન્સ અપાયું છે

સુરત, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

રાધિકા બિલ્ડર્સના ભાગીદારના આપઘાત પ્રકરણમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદનો સામનો કરી રહેલા વરાછાના અમર જ્વેલર્સના પિતા-પુત્રો સહિતના આરોપીઓએ સુરતની કોર્ટમાં પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હોવાનું જાણવા મળે છે. જ્યારે અમર જ્વેલર્સના માર્કેટમાં અંદાજે રૃપિયા ૨૦૦ કરોડની રકમ વ્યાજે ફરી રહી હોવાનું જાણવા મળે છે.

વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવો પડી રહયો છે તેવી સ્યુસાઇડ નોટ લખીને જીવન ટુંકાવી લેનારા સરથાણાના બિલ્ડર કમલેશ ભેંસાણીયાની પત્નીએ પતિને આપઘાત માટે અમર જ્વેલર્સના પિતા પુત્ર મગન વાવીયા અને દેવુ વાવીયા સહિત છ જ્વેલસેે દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ પલાસાણા પોલીસ મથકે નોંધાવી છે. અલબત્ત આરોપી જ્વેલર્સનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. બીજી તરફ આરોપીઓએ ધરપકડથી બચવા માટે સુરતની સ્થાનિક કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હોવાનું જાણવા મળે છે.

ઉધનાના ફાયનાન્સર ભજીયાવાલાની માફક મોટા ફાયનાન્સર તરીકે અમર જ્વેલર્સના પિતા-પુત્ર  માર્કેટમાં ઓળખાય છે. રૃપિયા ૨૦૦ કરોડથી વધુ વ્યાજે ફરી રહયા હોવાનું મનાય છે.  જેમાં ૧૦૦ કરોડની રકમ તેમની પોતાની જ્યારે અન્ય રકમ પરિચિતો દ્વારા અપાયેલી અને બેંકોમાંથી સી.સી સુવિધા મારફત મેળવાયેલી હોવાની ચર્ચા છે.

વ્યાજે રકમ લેનારાઓમાં બિલ્ડરો ઉપરાંત નાના ડાયમંડ વ્યવસાયકારો પણ હોવાનું વર્તુળો જણાવે છે. વ્યાજે રકમ આપતા પહેલા લેનારા પાસેથી મિલકતો તો ફરજિયાત લખાવી જ લેવામાં આવે છે.

Post Comments