Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમાચા માર્યા, લાકડાથી પીઠ પર ફટકા માર્યા અને છેલ્લે લાતો પણ મારી

-ઉધનાની સ્કૂલમાં ધો. ૪ના વિદ્યાર્થી પર કલાસ ટીચરનો સિતમ

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

ઉધના આશીર્વાદ ટાઉનશીપ પાછળ આવેલી લિટલ સ્ટાર હાઇસ્કૂલમાં ધો. ૪માં અભ્યાસ કરતા ૯ વર્ષીય વિદ્યાર્થીને તેના કલાસ ટીચરે ગત સવારે લેસન અધુરૃં લાવ્યો હોય તમાચા મારી લાકડા વડે પીઠના ભાગે માર મારી લાતો પણ મારી હતી. કલાસ ટીચરે માર મારતાં આખો દિવસ ગુમસુમ રહેલા બાળકને ગતરાત્રે પરિવારે પ્રેમથી પૂછતાં તેમણે સમગ્ર વાત જણાવી હતી. આ અંગે બાળકના પિતાએ કલાસ ટીચર વિરૃદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના બીઆરસી ગેટ ઠાકોરનગર સામે જુના રામનગરના મકાન નં. ૧૦૭, ૧૦૮માં રહેતા કેતનભાઇ દિનેશભાઇ સોલંકી ઘરના નીચે જ પાઇપ અને સેનીટેશનની દુકાન ધરાવે છે. કેતનભાઇના બે પુત્રો ક્રીતેશ (ઉ.વ. ૯) અને જેનીશ (ઉ.વ. ૭) ઉધના આશીર્વાદ ટાઉનશીપ પાછળ વેલકમ પાન સેન્ટર પાસે આવેલી લિટલ સ્ટાર હાઇસ્કૂલના ધો. ૪ અને ધો. ૨માં અભ્યાસ કરે છે. સવારની પાળીમાં સ્કૂલે જતાં બંને બાળકોને કેતનભાઇ પોતાની મોટરસાયકલ ઉપર જ મુકવા-લેવા જાય છે.

ગત સવારે ૭ વાગ્યે કેતનભાઇ બંને બાળકોને સ્કૂલે મુકવા ગયા હતા અને ૧૧-૩૦ વાગે સ્કૂલ છુટતાં ઘરે લાવ્યા હતા. જો કે, ક્રીતેશ સ્કૂલમાંથી આવ્યા બાદ ગુમસુમ હતો અને રોજની જેમ રમતો ન હતો. આખો દિવસ તેણે ટી.વી. પણ જોયું ન હતું અને મોબાઇલમાં પણ રમ્યો ન હતો. ગભરાયેલા લાગતા ક્રીતેશને ગતરાત્રે જમી પરવારી સુવડાવતી વખતે પ્રેમથી પૂછતાં તે રડવા માંડયો હતો. ક્રીતેશને તેની માતા અને દાદીએ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તે સ્કૂલમાં અધુરૃં લેસન કરી ગયો હતો તેથી કલાસ ટીચર નયનાબેને પ્રાર્થના પછી તમાચા માર્યા હતા તેમજ લાકડા વડે પીઠના ભ ાગે માર મારી બાદમાં લાતો પણ મારી હતી.

આથી કેતનભાઇએ ક્રીતેશના પીઠના ભાગે અને જમણા હાથના મસલના ભાગે જોતાં ત્યાં ઇજાના સ્પષ્ટ નિશાન મળ્યા હતાં. ક્રીતેશને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી કેતનભાઇ ઉધના પોલીસ મથકે દોડી ગયા હતા અને કલાસ ટીચર નયનાબેન વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે સ્કૂલમાં જઇ સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. પોલીસે કલાસ ટીચરની ધરપકડ કરી છે.

Post Comments