Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતઃ બીજી પત્નીની હત્યા બાદ લાશના ટુકડે ટુકડા કરીને કોથળામાં ભર્યા

- રાણી તળાવના શાહનવાઝ શેખે કોલગર્લ સાથે બીજા નિકાહ કર્યા હતા

- ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઇને હત્યાના પ્લાન બનાવ્યો હતો, કોથળો ફેંકવા જતા ઝડપાઈ ગયો

સુરત, તા. 17. માર્ચ 2018 મંગળવાર

પત્નીને છોડીને કોલર્ગલ સાથે બીજા નિકાહ કરતા બન્ને વચ્ચે શરૂ થયેલા ઝઘડામાં રાણીતળાવમાં રહેતા મુસ્લિમ યુવાને કોલગર્લની ક્રૂર હત્યા કરીને લાશના ટુકડે-ટુકડે કરીને કોથળામાં ભરીને ભાઠેનાની ખાડીમાં નાખવા જતા પોલીસના હાથે આબાદ ઝડપાઇ ગયો હતો.પોલીસે તેના ઘરે પહોંચીને બાકીના અંગો પણ કબ્જે લીધા હતા. ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઇને પ્લાન બનાવ્યો હોવાની યુવાને કબુલાત કરી હતી.

શહેરના રાણીતળાવ પારસીશેરીના ત્રીજા માળે રહેતો શાહનવાઝ ઉર્ફે શાનુ યુસુફ મિયા શેખ (ઉ.વ.૩૨) ઘર નીચે જ પ્રોવિઝન સ્ટોર્સ ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરે છે. દોઢ વર્ષ પહેલા તે મહારાષ્ટ્રના અમરાવતીની રહીશ કોલગર્લ ઝુલેખા ઉર્ફે વર્ષા સૈયદના સંર્પકમાં આવ્યો હતો.પોતે પરણેલો હોવા છતાં પરિવારજનોના વિરોધ વચ્ચે તેણે ઝુલેખા સાથે બીજા નિકાહ કરીને રાણીતળાવ પારસીશેરીના ત્રીજા માળે રહેવા ચાલ્યો ગયો હતો.

જેથી શાહનવાઝની પહેલી પત્ની અને ઝુલેખા સાથે ઝઘડાઓ શરૃ થતાં શાહનવાઝે ઝુલેખાની હત્યા કરવાનું મન બનાવી લીધું હતું. અને ગઇકાલ રવિવારે તેણે ઝુલેખાનું ગળુ દબાવીને હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડે-ટુકડા કરી નાંખ્યા હતા.અને અલગ અલગ કોથળમાં ભરી દીધા હતા. આજે મોડી સાંજે તે યુવતિનું ધડ એક કોથળામાં ભરીને ભાઠેનાની ખાડીમાં નાંખવા જતાં ઉધના પોલીસે તેની શંકાના આધારે તપાસ કરતા કોથળામાંથી યુવતીનું ધડ હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને તાત્કાલિક તે જે વિસ્તારમાં રહેતો હતો તે લાલગેટ પોલીસને જાણ કરતા પોલીસ તેના ઘરે પહોંચી હતી.અને તેના ઘરના બેડરૃમમાં તપાસ કરતા યુવતિના બાકી અંગો માથુ, બે હાથ, બે પગ પણ મળી આવ્યા હતા.

પોલીસે તેની આકરી પુછપરછ કરતા ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઇને આખો પ્લાન ઘડયો હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં પોલીસને શાહનવાઝના પરિવારજનોની પણ સંડોવણી હોવાનુ શંકા છે.

Post Comments