Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવસારીના વોર્ડ નં. ૧૪ માં હાઈવોલ્ટેજથી અનેક ઘરોમાં વીજઉપકરણો ફુંકાયા

- વિવેકાનંદ કો.ઓ.હા. સોસાયટીના ટ્રાન્સફોર્મરની મરામત થઈ ન હોવાથી લોકોને લાખો રૃપિયાનું નુકસાન : વળતર

નવસારી, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

નવસારી પાલિકાના વોર્ડ નં. ૧૪ ની વિવેકાનંદ સોસાયટી વિસ્તારમાં હાઈવોલ્ટેજ પાવરથી અનેક ઘરોમાં ટીવી., ફ્રીઝ, એસી વગેરે ઈલેક્ટ્રીક વીજ ઉપકરણો ફૂંકાય જતા લાખોનું નુકશાન થયું છે. સોસાયટીના રહીશોએ દ.ગુ.વીજ કંપનીના ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અને નવસારીનાં નાયબ ઈજનેરને રજૂઆત કરી વળતર ચુકવવા માંગણી કરી છે.

નવસારી શહેરમાં વોર્ડ નં. ૧૪ ની શ્રી વિવેકાનંદ કો.ઓ.હા.સોસાયટીમાં તા. ૧૪-૪-૧૮ ના રોજ રાત્રે ૧૨-૦૦ વાગ્યે વીજ કંપનીમાંથી હાઈવોલ્ટેડ ઈલેક્ટ્રીક વીજ પુરવઠો આવતા અનેક ઘરોમાં ટી.વી., એલઈડી લાઈટ, ફ્રીઝ, એસી તથા ચાર્જીંગમાં રાખેલા મોબાઈલ ફોનો વિગેરે ઈલેક્ટ્રીક ઉપકરણો ફૂંકાય ગયા હતા. આ સાથે વીજ પુરવઠો પણ ડુલ થઈ ગયો હતો. જેથી સોસાયટીના લોકો ભયભીત બની ઘરની બહાર નીકળી આવ્યા હતા. અને વીજ કંપનીમાં જાણ કરતા તેમને સોસાયટીના રહીશોએ આ હાઈ વોલ્ટેજ પાવર અંગે પુછપરછ કરતા સોસાયટીમાં મુકવામાં આવેલા ટ્રાન્સફર્મરની મરામત થઈ ન હોવાના કારણે વીજ પુરવઠો(હાઈ વોલ્ટેજ) વધી ગયો હતો.

આ ઘટના અંગે સોસાયટીના રહીશોએ વીજ કંપનીના ગ્રાહક તકરાર નિવારણ ફોરમનાં નિયામક અને નવસારીના નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરી હતી.મંગુભાઈ આહીરના ઘરે ટીવી, ફ્રિઝ અને લાઈટ, બાબુભાઈ વશીના ઘરે એ.સી., મોડેમ, રાઉટર, ટીવી, ભાવેશભાઈ પંડયાને ત્યાં એલઈડી લાીટો, ફોન, ટીવી અને મયંકભાઈ ગાંધીને ત્યાં આઈફોન, ટીવી, ફ્રિઝ, લાઈટો ફૂંકાતા લાખોનું નુકસાન થયું છે. નુકસાન વીજ ખાતાના જવાબદાર વહીવટને કારણે થયું હોવાથી નુકસાનીનો સર્વે કરાવી તાકીદે વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

Post Comments