Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વલસાડમાં કોલેજ પાછળના મેદાનમાં બે સંતાનની માતા પર ચાર શખ્સોનો ગેંગરેપ

- એક સમયે સાથે કામ કરતા નિલેશ નાયકા અને વિજય પટેલ મહિલાને કામના બહાને લઇ ગયા અને બીજા બે મિત્રોને પણ બોલાવી દુષ્કર્મ

વલસાડ,તા. 13 જૂન 2018, બુધવાર

વલસાડમાં ગત રાત્રી દરમિયાન બે મિત્રોએ પોતાની પરિચીત એવી બે બાળકની માતાનું અપહરણ કરી કોલેજ પાછળના અવાવરૃં મેદાનમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બીજા બે મિત્રોને પણ બોલાલતા તેમણે પણ હવસ સંતોષી તમામ ફરાર થઇ ગયા હતા. મહિલાએ બહાર નીકળી પોલીસ અને ૧૦૮ને ફોન કરતાં સારવાર અર્થે સિવિલમાં ખસેડાઇ હતી.

વલસાડના કાંઠા વિસ્તારના ગામની મહિલાએ પ્રેમલગ્ન કર્યા હતા. જેના થકી એક પુત્ર અને એક પુત્રી થયા હતા. જોકે, ત્યારબાદ લગ્નમાં અણબનાવ થતાં પતિનું ઘર છોડી વલસાડ શહેરના નવા વિકાસ થયેલા એક વિસ્તારમાં પોતાના પરિચીતના ઘરે રહી ઘરકામ કરવાનું શરુ કર્યું હતું. પતિ અને બાળકોથી દૂર રહેતી મહિલાએ રોજીરોટી માટે કેટેરીંગમાં પણ કામ કર્યું હતું. જેને લઇ તેની કેટેરીંગમાં કામ કરતા નીલેશ ઉર્ફે ગોલુ ભાણાભાઇ નાયકા (રહે.ખડકી ભાગડા વલસાડ) અને વિજય પટેલ (રહે. ધોબી તળાવ, વલસાડ) સાથે ઓળખાણ થઇ હતી.

ગત રોજ આ મહિલા વલસાડ કામ અર્થે આવી હતી અને પછી પરત પોતાના ઘરે જવા બસ સ્ટેન્ડ પાસે ઉભી હતી. ત્યારે ધોબી તળાવનો વિજય બાઇક પર આવ્યો હતો અને તેને કામ કરાવવાના બહાને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. વિજય તેને ધોબીતળાવ લઇ આવ્યો હતો. જ્યાં નિલેશ ઉર્ફે ગોલુ ઉભો હતો જે પણ તેમની સાથે બાઇક પર બેસી ગયો હતો.

ત્યારે રાત્રીના ૯ વાગ્યા હતા. વિજય તેની બાઇક વલસાડ કોલેજ પાછળના અવાવરુ મેદાનમાં લઇ ગયો હતો. રસ્તામાં મહિલાએ ના પાડતાં તેઓ તેને બળજબરીથી લઇ ગયા હતા. જ્યાં તમણે મહિલાને ઉતારી ત્યાં તેના મિત્રોને બોલાવવા ફોન કર્યો હતો.

બાદમાં મહિલાને મેદાનમાં સૂવડાવી બંનેએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે તેમના મિત્રો અજય  બચુભાઇ પટેલ અને આનંદ શંકરભાઇ રાઠોડ ( બંને રહે, ધોબી તળાવ, વલસાડ)  પણ આવી ગયા હતા. એ બંનેએ પણ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના પછી ચારેય ફરાર થઇ ગયા હતા.

બીજી તરફ મહિલા ગંભીર રીતે ઘાયલ થવા સાથે ભાંગી પડી હતી. હિંમત કરી આ મહિલા બહાર આવી હતી અને પહેલા ૧૦૦ નંબર પર પોલીસને અને પછી ૧૦૮ને ફોન કર્યો હતો. જેના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સે તેણીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવી હતી. સિવિલમાંથી પોલીસે તેની ફરિયાદ લીધી હતી. પોલીસે બુધવારે સવારે જ નિલેશ, વિજય, આનંદ અને અજયની ધરપકડ કરી તેમની પુછતાછ હાથ ધરી હતી.

આઠ વર્ષની માસૂમ બાળકી સાથે પડોશી પ્રોઢનું સતત આઠ મહિના સૃષ્ટી વિરુધ્ધ કૃત્ય
પડોશમાં રહેતો વિનોદ ઉપાધ્યાય ચોકલેટ, આલુપુરી  ખવડાવવાના બહાને પોતાના ઘરે લઇ જતો અને
કુકર્મ કરતો


(પ્રતિનિધિ દ્વારા)        સુરત,બુધવાર

પાલનપુર વિસ્તારમાં રહેતા આધેડે પાડોશમાં રહેતી આઠ વર્ષીય બાળકીને ચોકલેટ, આલુપુરી, વડાપાઉ ખવડાવવાની લાલચ આપીને સુષ્ટિ વિરૃધ્ધ કૃત્ય કરતા હોવાની ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાંદેરરોડ વિસ્તારની સોસાયટીમાં રહેતા વિનોદ રણછોડ ઉપાધ્યાય (ઉ.વ.૫૩ )પાડોશમાં રહેતા અન્ય પરિવારજનો સાથે ઘર જેવો સંબંધ હોવાથી વિશ્વાસ બેસી ગયો હતો. જેનો લાભ ઉઠાવીને વિનોદ ઉપાધ્યાયે પાડોશમાં રહેતી આઠ વર્ષીય બાળકીને બપોરના સમયે ડ્રોઇગ શિખવવાના બહાને કે પછી ચોકલેટ, આલુપુરી વડાપાવ ખવડાવવાના બહાને ઘરે બોલાવતા હતા.
અને બપોરના સમયે ઘરમાં કોઇ ન હોય ત્યારે બાળકીના શરીર સાથે અડપલા કરતો હતો. અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય પણ કરતો હતો. બનાવ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા આઠ મહિનાથી એટલેકે દિવાળીથી આવુ કૃત્ય કરતા હતા.

Post Comments