Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃ।. ૨૫.૧૧ લાખનું પેમેન્ટ નહીં ચૂકવનાર પિતા-પુત્રની ધરપકડ

-જરીના કારખાનેદારે રૃપિયા માગ્યા તો હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી

સુરત, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

સલાબતપુરાના કારખાનેદાર પાસેથી રૃ।. ૨૫.૧૧ લાખના જરીના બોબીન ખરીદી પેમેન્ટ નહીં કરનાર પિતા-પુત્રની ઉધના પોલીસે ધરપકડ કરી હતી.

વિગતો મુજબ સલાબતપુરા ધામલાવાડમાં રહેતા ૩૪ વર્ષીય મિથુનભાઇ નગીનદાસ કાપડીયા ઉધના ઉદ્યોગનગર ફોજી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં રોડ નં. ૧૦ ખાતે જરીનું કારખાનું ધરાવે છે. જરીનો વેપાર કરતાં પિતા-પુત્ર જગદીશચંદ્ર સાકરલાલ પાલવવાલા- અજય (બંને રહે. ૫૦૪-૫૦૫, સાંઇનાથ એપાર્ટમેન્ટ, હનુમાન શેરી, સગરામપુરા)એ મિથુનભાઇ સાથે જરી બાદલાનો વેપારની ઇચ્છા વ્યક્ત કરતાં મિથુનભાઇ તેમને ગત ફેબુ્રઆરી માસમાં રૃ।. ૨૫,૧૧,૪૭૫ની કિંમતના જરીના ૧,૦૦,૪૫૯ બોબીન આપ્યા હતાં.

પિતા-પુત્રએ પેમેન્ટ પેટે આપેલો રૃ।. ૨૦ લાખનો ચેક રીટર્ન થતાં મિથુનભાઇએ જાણ કરી તો બંનેએ હાથ-પગ તોડી નાખવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પેમેન્ટ નહીં ચૂકવનાર પિતા-પુત્ર વિરૃદ્ધ મિથુનભાઇએ ગતરોજ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. વધુ તપાસ વુમન પીએસઆઇ આઇ.એન. સાવલીયા કરી રહ્યાં છે.

Post Comments