Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચૂંટણીનો ઝઘડો: સિંગણપોરમાં ઓટો ફાયનાન્સરનુ હવામાં ફાયરીંગ

સુરત,તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

વિધાનસભા ચૂંટણી સમયથી પુત્ર અને નજીકમાં રહેતા યુવાનો વચ્ચે ચાલતા  ઝઘડામાં આજે બપોરે સીંગણપોર ચાર રસ્તા સ્થિત રાધાસ્વામી સોસાયટીમાં રહેતા ઓટો ફાયનાન્સરના ઘરે ૧૦ થી ૧૫ યુવાનો ઘાતક હથિયારો સાથે આવતાં તેણે અંદરથી ઘર બંધ કરી ઉપર ગેલેરીમાં જઇ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સિંગણપોર ચાર રસ્તા રાધાસ્વામી સોસાયટીમાં રહેતા ઓટો ફાયનાન્સર અનિલભાઇ  પ્રહલાદભાઇ પટેલ (ઉ.વ. ૪૨)ના પુત્ર વ્રજ  (ઉ.વ. ૨૨)નો ગત માસમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ઘર નજીક રહેતા મયુર મરાઠી, મીત ઉર્ફે ભોલુ, જીગર બાટલી સાથે ઝઘડો થયો હતો.

આ ઝઘડાની અદાવત ચાલુ જ હતી. દરમિયાન આજે બપોરે ૨-૩૦ના અરસામાં મયુર, મીત ઉર્ફે ભોલુ, જીગર બાટલી વ્રજને શોધતા હાથમાં ફટકા, પાઇપ, તલવાર લઇ રાધાસ્વામી સોસાયટીમાં ઘૂસ્યા હતા.

આ અંગે જાણ થતાં વ્રજના પિતા  અનિલભાઇએ પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. વ્રજના ઘરે પહોંચેલા યુવાનોએ હોબાળો મચાવતા અનિલભાઇ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર લઇ ઉપર ગેલેરીમાં પહોંચ્યા હતા અને  હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

ફાયરીંગને પગલે મયુર અને અન્યો ત્યાંથી રવાના થઇ ગયા હતા. જો કે, જતાં જતાં અનિલભાની ઘર નજીક પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી. ફાયરીંગની જાણ થતાં ચોકબજાર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

પોલીસે અનિલભાઇની ફરિયાદના આધારે મયુર મરાઠી, મીત ઉર્ફે ભોલુ, જીગર બાટલી અને અન્ય ૮ થી ૧૦ યુવાનો વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો. અનિલભાઇએ ગેલેરીમાંથી તમામ યુવાનોના તોફાન મચાવતા ફોટા પાડયા હતા. તે પણ પોલીસને સોંપ્યા હતા.

Post Comments