Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાપીમાં નશામાં ધૂત ૧૨ શખ્સોની પરિવારને ધમકી:પોલીસમાં ફરિયાદ

-ગણેશ મહોત્સવના કાર્યક્રમ માટે જબરજસ્તીથી સાઉન્ડ સિસ્ટમ માંગી સુરજ આહિર અને સાગરિતોની દાદાગીરી

વાપી,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

વાપીમાં ગણેશ મહોત્સવ કાર્યક્રમ માટે જબરજસ્તી સાઉન્ડ સિસ્ટમ લેવા પહોંચેલા ૧૨થી વધુ લોકોએ દારૃના નશામાં જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ગભરાયેલા પરિવારે જીઆઈડીસી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

વાપી અંબામાતા મંદિર પાછળ હાઉસિંગ વિસ્તારમાં રહેતા ડાહ્યાભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ સ્થાપના કરતા હતા. બાદમાં પાડોશીઓ પણ મહોત્સવમાં જોડાતા સાંઈ મિત્ર મંડળના નામે સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાતો હતો. મહોત્સવ માટે સાઉન્ડ સિસ્ટમની ખરીદી કરવામાં આવી હતી. ૧૧ સભ્યો ધરાવતા મંડળમાં અન્ય સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ડાહ્યાભાઈના ઘરની બાજુમાં રહેતા સુરજ સોમાભાઈ આહિર (ઉં.વ.૩૫) છેલ્લા એકાદ વર્ષથી સાઉન્ડ સિસ્ટમ પોતાની પાસે રાખવા પ્રયાસ કરતો હતો. સાઉન્ડ સિસ્ટમને લઈ વિવાદ ના વકરે તે માટે ડાહ્યાભાઈએ ગણેશ મહોત્સવ તેમના ઘરઆંગણે જ કરવાનું નક્કી કર્યા બાદ સાઉન્ડ સિસ્ટમને લઈ સુરજ આહિર અકળાયો હતો. ગઈકાલે તેણે ડાહ્યાભાઈની ગેરહાજરીમાં તેના ૧૨ જેટલા મિત્રો સાથે તેમના ઘરે પહોંચી બીયરના ટીન પીતા પીતા જોરશોરથી ગાળો ભાંડતા હતા. સુરજ આહિરે ડાહ્યાભાઈની પત્ની સુમિત્રાબેન (ઉં.વ૪૫)ને જો જીવ વ્હાલો હોય તો અમે બોલીએ તેમ કર નહીંતર તારા પરિવારનું અહીંયા રહેવું મુશ્કેલ બનાવી દઈશું તેવી ધમકી આપી હતી. બાદમાં તેમના દીકરા નિતેશને તારા બાપને ફોન કર, નહીંતર જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી ડાહ્યાભાઈને પણ ફોન પર ધમકી આપી હતી. ગઈકાલે નશામાં ધુત સુરજ આહિર અને તેના મિત્રો આજે સવારે પાછા સ્કોર્પિયો લઈ ડાહ્યાભાઈના ઘરે પહોંચી સાઉન્ડ સિસ્ટમ આપી દેજો નહીં તો જાનથી મારી નાંખીશ, હું કોર્ટ કચેરીથી ડરતો નથી તેવી ધમકી આપતાં ગભરાયેલા ડાહ્યાભાઈ અને તેમના પરિવારે આજે જીઆઈડીસી પોલીસને લેખિતમાં ફરિયાદ આપતાં પોલીસે આ મામલે તપાસ શરૃ કરી છે.

Post Comments