Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હીરાઉદ્યોગનું દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે

-૬ થી ૧૫ નવેમ્બર વચ્ચે ઉદ્યોગ ફરી ધમધમતો થશે

સુરત, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

હીરાના એકમોમાં ઉત્પાદનના ધમધમાટ અત્યારે દિવાળીના વેકેશન પહેલાના આખરી તબક્કામાં આવી ગયો છે. આગામી ત્રણેક દિવસમાં એકમોમાં વેકેશનનો આરંભ થઇ જશે. આ વેળા વેકેશન ૨૦થી ૨૨ દિવસનું રહેવાની શક્યતા છે.

સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીએ પૂછપરછમાં જણાવ્યું કે, રવિવારથી સંભવતઃ હીરાઉદ્યોગનું દિવાળી વેકેશન  શરૃ થશે. મેન્યુફેકચરીંગ એકમો પોતપોતાની સગવડ પ્રમાણે વેકેશન પાડતા હોય છે. જ્યારે એકમો પુનઃ તા. ૬ઠ્ઠીથી તા. ૧૫મી વચ્ચે શરૃ થશે. આમ તો, તા. ૬ઠ્ઠીથી એકમો શરૃ થશે. પણ રેગ્યુલર થતાં એક અઠવાડીયા જેટલો સમય લાગશે.

બીજી તરફ, હીરાઉદ્યોગમાં વેકેશનને લઇને એસ.ટી. વિભાગને આગલા વર્ષની સરખામણીમાં ૩૦ થી ૩૫ ટકા વધુ ટ્રાફિક મળવાની શક્યતાઓ જોવાઇ રહી છે. એસ.ટી. વિભાગે આ વેળાં એકસ્ટ્રા બસોની સંખ્યામાં વધારો કર્યો હોવાથી રત્નકલાકારો એસ.ટી. બસોની સેવાનો લાભ લેશે, એવી અપેક્ષા છે.

Post Comments