Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉર્જા વિકાસ નિગમની માંગરોળ અને અરેઠ વિસ્તારમાં મેગા રેડ

- માંગરોળમાં ૪૯ અને અરેઠમાં ૫૯ મળી ૧૦૮ વીજચોરોને પકડી રૃ. ૩૮ લાખનો દંડ ફટકાર્યો

મોસાલી, તા.16 મે 2018, બુધવાર

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા રાજ્યભરમાં નિયત કરેલા લાઇનલોસ કરતા વધુ લાઇનલોસ બતાવતા ફીડરોના લાઇનલોસમાં ઘટાડો કરવાના ભાગરૃપે સમગ્ર રાજ્યમાં વીજ ચેકીંગની પ્રક્રિયા હાથ ધરી વીજચોરી કરતા શખ્સોને પકડી આકરા દંડ સહિતના બીલો ફટકારવામાં આવી રહ્યાં છે.

સુરત જિલ્લાના માંગરોળ સબડિવિઝનના વિસ્તારોમાં આવતા ગામોમાં આજે પોલીસ બંદોબસ્ત સાથે મેઘા રેડ કરાઇ હતી. માંગરોળ, મોસાલી, આમનડેરા, વાંકલ વિગેરે વિસ્તારોમાં ૪૦ વાહનો સાથે ૧૬૦ કરતા વધુ અધિકારી અને કર્મચારીઓએ રેડ કરી હતી. આ ટીમોએ ૬૫૦ વીજ જોડાણો ચેક કરતા ૪૯ વીજ જોડાણોમાં વીજચોરી કરાતી હોવાનું ઝડપી પાડી ૧૯ લાખ રૃપિયાના દંડ સહિતનાં વીજબીલો  આપવામાં આવ્યા ચે. જ્યારે ક્વોલેટી કેસોમાં ઐયુબ મહમદ શાહ (ભાઠી ફળિયું, માંગરોળ)ને રૃ. ૧.૫૦ લાખ, યુનુસ યાકુબ રંદેરા (મોસાલી)ને રૃ. ૫૦ હજાર, યુનુસ પુલારા (માંગરોળ)ને રૃ. ૫૦ હજાર, ઇમરાન ઇબ્રાહીમ મહંમદ પટેલ (બજેટ ફળિયું, વાંકલ)ને રૃ. ૧.૫૦ લાખ, ઇબ્રાહીમ મહંમદ વલી (વાંકલ)ને રૃ. ૨ લાખ, મહેબૂબખાન અઝીઝખાન પઠાણ (વાંકલ)ને રૃ. ૩૦ હજારના  બીલો આપવામાં આવ્યા છે.

જ્યારે અરેઠ સબ ડિવિઝન કચેરીનાં  વિવિધ વિસ્તારોમાં ૩૫ વાહનોમાં ૩૫ ટીમોના ૧૪૦ અધિકારી - કર્મચારીઓએ ૬૪૦ વીજજોડાણો ચેક કરી ૬૯ વીજ જોડાણોમાં વીજચોરી ઝડપી પાડી છે. આ વીજચોરી કરનારાઓને રૃ. ૧૮.૫૦ લાખના દંડ સહિતના વીજબીલો આપવામાં આવ્યા છે. ક્વોલેટી  કેસમાં બૌધાનમાં અબુબકર અહમદધાનને રૃ. ૧.૫૦ લાખનું બીલ આપવામાં આવ્યું છે. આમ આજે માંગરોળ અને અરેઠ વિસ્તારોમાં ૭૫ વાહનો, ૭૫ ટીમો, ૩૦૦ના સ્ટાફ સાથે મેઘા રેડ કરતા ૧૨૯૦ વીજ જોડાણો ચેક કરી ૧૦૮ વીજ જોડાણોમાં વીજચોરી ઝડપી રૃ. ૩૮ લાખના વીજબીલો  આપવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં આ કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે. વીજચોરો સામે પોલીસ એફ.આઇ.આર. દાખલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Post Comments