Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દમણની મર્ડર મિસ્ટ્રી નહીં ઉકેલાય તો મૃતકની પત્ની જીવન ટુંકાવશે

- ઘટનાને દોઢ મહિનો વીત્યો છતાં સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતાં હત્યારાઓને પોલીસ હજુ પકડી શકતી નથી

વાપી, તા.16 મે 2018, બુધવાર

દમણના ડાભેલમાં ભંગારના વેપારી અને તેના મિત્રની જાહેરમાં કરાયેલી હત્યાની ઘટનાને દોઢ મહિનો વીત્યા બાદ પણ પોલીસ કોઈ કડી સુધી પહોંચી શકી નથી. કેસનો ઉકેલ હાથવેંત હોવાની વાતો કરતી પોલીસ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હત્યારાઓને પકડી નહીં શકતાં મૃતકની પત્નીએ પ્રશાસકને ફરી એકવખત ઝડપથી કેસ ઉકેલવા આજીજી કરી છે. જો દમણ પ્રશાસન કેસ ઉકેલી નહીં શકે તો મૃતકની પત્નીને પોતાનુ ંજીવન ટુંકાવવા સિવાય અન્ય કોઈ રસ્તો નહીં હોવાનું જણાવ્યું છે.

દમણના ડાભેલના વિશાલ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં તા.૧લી એપ્રિલના રોજ રાત્રે ભીમપોના ભંગારના વેપારી અજય પટેલ(માંજરો) અને તેના મિત્ર ધીરજ પટેલને શાર્પશુટરોએ અંધાધુંધ ગોળીઓ મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. સ્કોર્પિયો અને બાઈક પર આવેલા હત્યારાઓ ઘટનાને અંજામ આપી કોઈપણ જાતના ડર વિના ત્યાંથી રવાના થઈ ગયા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ કેદ થયું હતું. પોલીસે સીસીટીવી ફુટેજ કબ્જે કરી ઘટનાને અંજામ આપનારા હત્યારાઓ અંગે મહત્વની કડી હાથ લાગી હોવાથી કેસનો ઉકેલ હાથવેંત હોવાની ખાતરી આપી હતી. ઘણા દિવસો વીત્યા બાદ પણ પોલીસ એકપણ હત્યારાને પકડી નહીં શકતાં તા.૨૩ એપ્રિલના રોજ મૃતક અજય પટેલની પત્ની રશ્મિબેન અને ભીમપોરના અગ્રણીઓએ પ્રશાસક પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી આ કેસને ઝડપથી ઉકેલવા માંગ કરી હતી. તે સમયે પ્રશાસકે ૧૫ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલાઈ જવાની ખાતરી આપી હતી. પરંતુ આજે ખાતરી આપ્યાને ૨૩ દિવસ કરતાં વધુ સમય થયો હોવા છતાં પોલીસ આ કેસમાં મગનું નામ મરી પાડતી નથી.

જેને લઈ આજે મૃતકની પત્નીએ ફરી એકવખત પ્રશાસક સમક્ષ આજીજી કરતો પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે. અને હત્યારાઓના ચહેરા પણ સ્પષ્ટ દેખાય છે તો હજુ સુધી દમણ પોલીસ કેમ કોઈને પકડી શકી નથી. તેમના પતિના મોત બાદ તેમનો પરિવાર વિકટ સ્થિતિમાં મુકાઈ ગયો છે. હત્યારાઓને જેલના સળિયા પાછળ જોવા માંગતી મૃતકની પત્નીએ એમ પણ જણાવ્યું છે કે જો આ કેસ ઝડપથી નહીં ઉકેલાય તો તેને પોતાનું જીવન ટુંકાવ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

Post Comments