Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત: કોન્ટ્રાક્ટ માટે જી.એસ.ટી.ની સ્પષ્ટતા ન થતાં બ્રિજના કામો બંધ કરાયા

- મ્યુનિ.ના કોન્ટ્રાક્ટમાં જી.એસ.ટી.ના મુદ્દે ગુંચવાળો ઉભો થયો

- સુરત મ્યુનિ.માં હાલ બ્રિજના 10 કામો ચાલી રહ્યાં છે તે ઠપ્પ થયાં

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 17 જુલાઈ 2017, સોમવાર

સુરતના કાપડ બજારમાં જી.એસ.ટી.ના મુદ્દે હડતાળ ચાલી રહી છે તેનો નિવેડો આવે તે પહેલાં સુરત મ્યુનિ.ના બ્રિજના કામો પણ જી.એસ.ટી.ના કારણે ઠપ્પ થઈ ગયાં છે.

સુરત મ્યુનિ.ના બ્રિજના કામ કરતાં કોન્ટ્રાક્ટરોને જી.એસ.ટી. અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં આજે સવારથી જ બ્રિજના કામો થંભી ગયાં હતા. બે દિવસ પહેલાં કોન્ટ્રાક્ટરોએ જી.એસ.ટી.ના મુદ્દે બેઠક કરી હતી તેમાં નિવેડો ન આવે ત્યાં સુધી બ્રિજના કામો બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.

સુરત સહિત સમગ્ર દેશમાં  જી.એસ.ટી.ના કાયદાના અમલ બાદ સુરતમાં કાપડ બજારમાં હડતાળ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ બાદ પણ કોઈ નિવેડો ન આવતાં હડતાળ સમેટાઈ નથી ત્યાં સુરત મ્યુનિ.ના બ્રિજના કોન્ટ્રાક્ટરોને પણ જી.એસ.ટી.ના મુદ્દે વાંકુ પડયું છે.

થોડા સમય પહેલાં સુરત મ્યુનિ.ના અધિકારીઓ અને બ્રિજ સહિતના અન્ય કોન્ટ્રાક્ટરો વચ્ચે જી.એસ.ટી.ના મુદ્દે બેઠક થઈ હતી જોકે, તેમાં કોઈ નિર્ણય થયો ન હતો. જેના કારણે બે દિવસ પહેલાં જી.એસ.ટી.ના મુદ્દે કોન્ટ્રાક્ટરોની એક બેઠક થઈ હતી જેમાં જી.એસ.ટી.ના મુદ્દે કોઈ સ્પષ્ટતા ન થાય તો કામ બંધ કરવા માટે નિર્ણય કરાયો હતો.

જોકે, સરકાર તરફથી કોન્ટ્રાક્ટરોને કોઈ બાહેધરી ન મળતાં રવિવારથી જ બ્રિજના કામ બંધ થઈ ગયાં હતા. આજે સવારથી સુરત મ્યુનિ.ના કુલ ૧૦ બ્રિજના કામ ચાલે છે તે તમામ બંધ કરી દેવાયા છે. બ્રિજના કામ બંધ થતાં મ્યુનિ.ના અધિકારીઓ ચિંતામાં આવ્યા છે. બ્રિજના કોન્ટ્રાક્ટરો અને સરકાર વચ્ચે કોઈ સમજુતી થાય પછી જ કામ શરૃ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Post Comments