Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુઠ્ઠીભર તોફાનીઓને કારણે આખા વરાછામાં સિટીબસ, BRTSબંધ

-સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી સુવિધા ચાલુ નહી કરાય

(પ્રતિનિધિ દ્વારા)      સુરત,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

સુરતના વરાછા વિસ્તારમાં ગઈકાલે આંદોલનના નામે થયેલા તોફાનમાં મ્યુનિ.ની મિલ્કતને નુકસાન પહોંચાડાતા વરાછા વિસ્તારની સીટી બસ અને બીઆરટીએસની સુવિધા બંધ કરવામાં આવી છે. તોફાની તત્વો વધુ નુકસાન પહોંચાડે તે બીકે સુવિધા બંધ થતાં હવે સામાન્ય પ્રજાની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં બસ સેવા બંધ થવા સાથે જ લોકોએ રીક્ષાનો સહારો લેવાની ફરજ પડતાં સામાન્ય લોકોમાં તોફાની તત્વો સામે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં ગઈકાલે રાત્રે અનામતના નામે થયેલા તોફાનના પગલે બીઆરટીએસની બે બસ સળગાવી દેવા સાથે બસ સ્ટેશનને પારાવાર નુકસાન પહોંચાડી ગ્રીલ તોડી નાંખવાના બનાવ બન્યા હતા. મુઠ્ઠીભર તોફાની તત્વોએ વરાછા વિસ્તારને બાનમાં લીધા બાદ સરકારી મિલ્કતોને ભારે નુકસાન પહોચાડયું હતું. તોફાની તત્વોના કારણે હાલમાં વરાછા વિસ્તારમાં અજંપા ભરી સ્થિતિ હોવાથી હાલ પુરતી  સીટી બસ અને બીઆરટીએસની બસ બંધ કરવાનો મ્યુનિ.તંત્રએ નિર્ણય લીધો છે.

જ્યાં સુધી વરાછા વિસ્તારની સ્થિતિ પુર્વવત ન થાય ત્યાં સુધી બસ સેવા બધ રહશે. કેટલાક તોફાની તત્વોની આવી હરકતના કારણે સમગ્ર વરાછા વિસ્તારની જનતા પાસેથી બસની સુવિધા હાલ પુરતી ઝુંટવાઈ ગઈ છે. શાંતિમાં માનનારા નાના માણસોની હાલત કફોડી થતાં તેઓ તોફાની તત્વો સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. પરંતુ તોફાની તત્વોએ વિસ્તારને બાનમાં લીધો હોવાથી જાહેરમાં કોઈ વિરોધ માટે તૈયાર નથી.

Post Comments