Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેસબુક પર હિન્દુ નામ ધારણ કરી પરિણીતાને ફસાવી બ્લેકમેઇલીંગ

-પરિણીતા પતિને છોડી યુવાન સાથે રહેવા ગયા બાદ ભાંડો ફુટતા છોડી દીધો પણ અંગત પળોનો વિડીયો બતાવી શોષણ

સુરત, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

સુરતમાં રહેતી એક બાળકીની માતાને પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી ફેસબુક ઉપર મિત્રતા કર્યા બાદ વડોદરાના મુસ્લિમ યુવાને તેને બ્લેકમેઇલ કરી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

મુસ્લિમ યુવાનની મોહજાળમાં ફસાયેલા પરિણીતા પતિને છોડીને બાળકીને લઇ તેની પાસે રહેવા પણ ચાલી ગઇ હતી. જો કે, બાદમાં યુવાનની હકીકત જાણવા મળતાં તેને છોડી દીધો હતો. ત્યારબાદ પણ મુસ્લિમ યુવાન અંગત પળોના વિડીયો - ફોટાના આધારે બ્લેકમેઇલ કરતો હોય આખરે પરિણીતાએ તેના વિરૃદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ  મધ્યપ્રદેશની વતની અને હાલ સુરતમાં રહેતી એક બાળકીની માતા નિર્ભયા (ઉ.વ. ૨૮) (નામ બદલ્યું છે) વર્ષ-૨૦૦૮માં પતિ સાથે વાપી રહેતી હતી. વર્ષ-૨૦૦૩માં સમીર ચૌહાણ નામના  વ્યક્તિએ વારંવાર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતાં નિર્ભયાએ તેની રીકવેસ્ટ સ્વીકારી હતી. વડોદરાના સમીર સાથે નિર્ભયા પતિની જાણ બહાર વાત કરતી હતી.

દરમિયા  ૨૯-૧૦-૨૦૧૫ના રોજ વાપી આવેલો સમીર તેને પોતાની કારમાં દમણ લઇ ગયો હતો અને કેફી પીણું પીવડાવી હોટલમાં લઇ જઇ બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ અવારનવાર સમીર  નિર્ભયાને ફોન કરી હું તને ચાહું છું, તારી સાથે લગ્ન કરીશ, તું તારા પતિને છોડી દે તેમ કહેતો હતો. જો કે, નિર્ભયા તેમ કરવા માંગતી ન હોય તેને ફેસબુક- વ્હોટ્સએપ ઉપર બ્લોક કરી દીધો હતો. તેમ છતાં બીજા નંબર ઉપરથી ફોન કરી  મરી જવાની ધમકી આપી સમીર નિર્ભયાને દમણની હોટલના અંગત પળોના ફોટા મોકલી તેને પતિ અને ઘરના અન્ય સભ્યોને  મોકલવાની ધમકી આપતો હતો. દરમિયાન, છ માસ વતન  માતા-પિતાને ત્યાં રહી વાપી પરત ફરેલી નિર્ભયાના પતિને સમીર સાથેની  મિત્રતાની જાણ થતાં તેમની વચ્ચે વિખવાદ સર્જાયો હતો.

સમીર ઉર્ફે ઇમરાને નિર્ભયાને એટલી મોહજાળમાં ફસાવી હતી કે, તેની હકીકત જાણ્યા બાદ પણ તે ફરી તેની સાથે સુરત આવી હતી અને ત્રણ દિવસ ડુમસરોડની જીંજર હોટલમાં રોકાઇ હતી. તે સમયે પણ સમીર ઉર્ફે ઇમરાને અવારનવાર તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.

પતિ સાથે ફરી અણબનાવ બાદ સુરત રહેવા આવી ગયેલી  નિર્ભયાને ફરી સમીર ઉર્ફે ઇમરાન જીંજર હોટલમાં લઇ ગયો હતો અને શરીરસંબંધ બાંધ્યો હતો. નિર્ભયાએ છેવટે ના પાડતાં સમીર ઉર્ફે ઇમરાને મારી નાંખવાની ધમકી આપી હતી.

આખરે નિર્ભયાએ એક એનજીઓ મારફત આ અંગે ગતરોજ સમીર ઉર્ફે ઇમરાન વિરૃદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. ડી.જે. કુબાવતે વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments