Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારે વરસાદની આગાહી વચ્ચે દ.ગુ.ના ૩ જિલ્લામાં ૩ ઇંચ સુધીનો વરસાદ

-મધુબન ડેમમાંથી ૬૩ હજાર ક્યુસેક પાણી છોડાયું

વલસાડ, વાંસદા, નવસારી,તા.16 જુલાઇ 2017, રવિવાર

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. જ્યારે બંને સંઘપ્રદેશોમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી ૬૩ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.

વલસાડ જિલ્લામાં ભારે આગાહી વચ્ચે  આજે સાંજે ૪-૦૦ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં સરેરાશ ૩૬૦ મી.મી. (૨.૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં કપરાડામાં ૭૭ મી.મી., ઉમરગામમાં ૭૪ મી.મી., ધરમપુરમાં ૭૩ મી.મી., વલસાડમાં ૫૪ મી.મી. અને વાપી ૪૨ મી.મી., પારડીમાં ૪૦ મી.મી. વરસાદ પડયો હતો. જ્યારે દમણમાં ૪૭ મી.મી. અને દા.ન. હવેલીમાં ૫૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા આજે ૪૭ હજાર ક્યુસેક પાણીની આવક સામે ડેમના તમામ ૧૦ દરવાજા ૧.૮૦ મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે  ૬૩ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. આજે સાંજે ડેમની સપાટી ૭૧.૧૦ મીટર નોંધાઇ હતી.

ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વિતેલા ૨૪ કલાકમાં ગીરીમથક સાપુતારા અને આહવામાં ૧.૫ ઇંચ જ્યારે વઘઇ અને સુબિરમાં ૧ ઇંચ પાણી પડયું હતું. વીક એન્ડને પગલે સહેલાણીઓ ઉમટી પડતા ગીરાધોધ પાસે મુખ્યમાર્ગ પર ૨ કલાક ટ્રાફિક જામ રહ્યો હતો.
નવસારી જિલ્લામાં આજે સાંજે ૪-૦૦ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં ચીખલીમાં ૬૪ મી.મી., ખેરગામમાં ૫૬ મી.મી., ગણદેવીમાં ૪૪ મી.મી., વાંસદામાં ૩૧ મી.મી., નવસારી તાલુકા ૧૪ મી.મી. અને જલાલપોરમાં ૧૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે દિવસના આઠ કલાકમાં માંગરોળ, ઉમરપાડા તાલુકામાં ૦.૫ ઇંચ, બારડોલી, કામરેજ, માંડવી તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા. સુરત શહેરમાં આજે દિવસના કયારેક વાદળીયુ હવામાન તો કયારેક આકાશમાંથી સૂર્યદેવતા ચમકતા મિશ્ર હવામાનથી શહેરીજનો અકળાઇ ઉઠયા હતા.

Post Comments