Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતમાં ચાલુ ટ્રેનમાં ચઢતી પ્લેટફોર્મના ગેપમાં પગ ફસાતા આર્મીમેનનું મોત

- રાતે નાસ્તો લેવા ઉતર્યા અને ટ્રેન ઉપડવા લાગી

- પત્ની સાથે ગરીબરથમાં મુંબઇથી દિલ્હી જઇ રહયા હતા: બંને પગ કપાઇ જતા ગંભીર ઇજાથી દમ તોડયો

સુરત,તા.16 મે 2018, બુધવાર

મુંબઇથી દિલ્હી જતી વખતે સુરત રેલ્વે સ્ટેશન પર નાસ્તો લેવા ઉતરેલા આર્મી મેન ચાલુ ટ્રેનમાં ચઢવા જતા તેમનો પગ પ્લેટફોર્મમાં ફસાઇ જતા નીચે પટકાતા તત્કાળ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીના કોટવાલા રોડ ઓફિર્સસ એન્કલીવમાં રહેતા રામનિવાસ ગુપ્તા (ઉ.વ.૫૬) મિલેટ્રી એન્જીનિયરીંગ સર્વિસમાં આસિસ્ટન્ટ એન્જીનિયરીંગ તરીકે ફરજ બજાવતા હતા. મંગળવારે તેઓ પત્ની મંજુબેન સાથે ગરીબ રથ ટ્રેનમાં બેસીને મુંબઇ થી દિલ્હી જઇ રહયાં હતા. તે વખતે રાત્રીના સુરત રેલ્વે સ્ટેશન આવતા તેઓ નાસ્તો લેવા માટે નીચે ઉતર્યા હતા. નાસ્તો લઇ રહયાં હતા. તે વખતે થોડુ મોડુ થતા ટ્રેન ઉપડવા માંડી હતી. આ જોઇને ઉતાવળે દોડીને ટ્રેનમાં ચઢવા જતા તેમનો પગ પ્લેટફોર્મના ગેપમાં ફસાઇ ગયો હતો.

ચાલુ ટ્રેને આ અકસ્માત થતા  તેઓ જોરથી નીચે પટકાયા હતા. અને તેમના બન્ને પગ કપાઇ જતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ નીચે પટકાયા હોવાથી ગંભીર ઇજાઓના કારણે તેમણે આખરી શ્વાસ લીધા હતા. તેમને સંતાનમાં એક પુત્ર શિક્ષક છે. અને એક દિકરી છે તે ડૉકટર છે.

Post Comments